આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)

….. હા અહીં વાત કરવી છે અમદાવાદના પંખીઓની, પ્રાણીઓની માણસોની નોંધ બધા લે છે. પણ જેને પંખી પ્રાણીની નિરાળી સૃષ્ટિ જોઈ છે તેને માટે પક્ષીની અમદાવાદની દુનિયા નિરાળી લાગે છે. માણસ સાથે પંખીઓએ પણ અહીં ‘એક્જેસમેન્ટ’ કરી લીધું છે તેવું લાગે છે. સાંજ પડે અને પંખીઓ પાછા ફરે છે ગામડામાં દૂર ચાલ્યા જાય છે દિવસે પણ અહીં જાણે કે તેને પણ કાળનો ઓળો દેખાઈ ગયો હોય તેમ તે તેના માળાથી દૂર નથી જતા, આ મે નિરિક્ષણ પછી નક્કી કરેલું સંશોધન છે. કોઈ વૃક્ષ પર માળો બાંધીને બેસવા ટેવાયેલા છે તે અહીં કોઈ જાહેરાતના હોર્ડીંગ્સ પાછળ કે પછી મોબાઈલના ટાવરમાં, પાવર સ્ટેશના થાંભલામાં વગેરે જગ્યાએ તે અનુકૂળતા સાધી લે છે. આછે તની કમાલ, (રખડું)કૂતરાઓની કમાલ જોઈને હું દંગ રહી ગયો તે BMW જેવી કાર પર પોતાની પથારી સાંજ પડતા જ પાથરી દે છે તેના માલિકને લાખો રૂપીયા ખર્ચવા પડે છે કુતરા પારકી પથારીએ પગ પહોળા કરે છે. ગાયો મોટાભાગે ઓછી જોવા મળે છે કારણ કે તેને વધારે જગ્યા જોઈએ અને જગ્યા રોકનારા માટે અમદાવાદમાં જગ્યા નથી…

આગળ કાલે વાંચો…… આનંદની આંખે અમદાવાદ…. only just 20 minute for self reading…..

 

 

 

 

 

 

 

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)

કાલથી આગળ…..

….જુના જમાનાની કોઈ ગુંચ ઉકેલતી આ નગરી રાજેન્દ્ર શૂક્લની પંક્તિ યાદ આવે છેઃ
સૂરજને ઠેઠ સાંજે એની ખબર પડે કે,
કોઈ કિરણની ચાદર વણતું રહે સવારે.

એમ ચપોચપ પરસેવામાં ચોળાતી, રોળાતી, પસ્તિમાં વિખેરાતી, સીટી બસમાં ભીંસાતી, ફૂટપાથ પર ફંગોળાતી, નોકરીમાંથી છુટતી વસ્તીમાં વલોવાતી અહીંની જિંદગીનું દર્પણ દેખાડતી આ નગરી કોઈ ડોસીને લાકડીના ટેકે જેમ ઘર જડે તેમ આને સાંજ જડે છે. સરવાળો કરવા બેસે છે આખા દીવસના શ્વાસનો એમ તેના લોકો ઘર તરફ વળે છે, અને આ માણસ ઘરે પહોંચવા એટલા ઉતાવળા હોય છે કે તે સવારનો પોતાના ઘરનો રસ્તો ભુલી ગયો હોયને સાંજે અચાનક યાદ આવી જાય તેમ…, રસ્તા તેના આખરી અંજામને સહાય આપે છે. આ રસ્તા જાય છે માણસનો પણ અદભૂત તો છે અમદાવાદના પંખીઓ તેની વાત કદાચ કાલે (કદાચ એટલે કે સૂરેશ જોશી યાદ આવે છે કે —

કદાચ હું કાલે નહિ હોઉં;
કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સુકવવું બાકી છે.

આગળ કાલે વાંચો…… આનંદની આંખે અમદાવાદ…. only just 20 minute for self reading…..

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આનંદની આંખે અમદાવાદ. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s