આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)

 અમદાવાદની પહેલા વરસાદની સાંજ….

ધરતીના પાલવ સમાણા વાદળાની કોરનો છેડો પકડીને ક્ષિતિજના ઘરમાં ખેંચી જતો સૂરજ પ્રેમના પ્રસ્વેદિ રંગમાં આખા આકાશને આંજે ત્યારે આ નગરની રોનક અલગ હોય છે. પર્વત હોય તો સામા ઝબકાર ન કરે પણ અહીં તો કાચના આભને ટેકા દેતી ઈમારતો સૂરજની ઝાંયને ઝીલીને જાણે સૂરજના રંગે રંગાઈ જાય છે. સરળ છે આ નગરને ગમે તે રંગમાં રંગાઈ જવું. રસ્તાઓ તો તરત કોરા થઈ જાય છે પણ તેની ભીનાશ તાજા આશ્લેષની ચાડી ખાતા હોય છે. લોહી ઉકાળાના અંતમાં એક ઠંડી ઓટો રીક્ષા કે સીટી બસના ખુલ્લા ભાગમાંથી મળી જાય ત્યારે આ નગરના વાસીઓને ખેતરમાં ઉભેલા ચાડીયા જેવું થાય છે! જાણે આ પાછું ન મળવાનું  હોય તેમ કેમેરામાં વાદળી સાથે રંગરેલીયા ફરમાવતા અહીંના સૂરજને પણ હવે અખબારના પાનામાં છપાઈ જવાની જાણે ટેવ પડી ગઈ છે. વરસાદના સંશ્લેષની સમાધીમાંથી પાછી વળે ન વળે ત્યાં આ નગરીને હાંફવાનું હોય છે તેના સેંકડો અર્ધનગ્ન શ્વાસમાં. પેલા વરસાદમાં પલળવા કારના એ.સી.યુક્ત આલિંગનમાંથી બાહર નીકળીને પ્રેમિઓ વરસાદને તાકે છે કે તાગે છે ત્યારે વરસાદ કદાચ આ નગરીમાં ભુલા પડી જવાનું સાર્થક લેખતો હશે કારણ કે બીજો કોઈ અર્થ નથી તેને વરસવાનો સીવાય કે ગટરમાં વહેવાથી વિશેષ…..!

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આનંદની આંખે અમદાવાદ. Bookmark the permalink.

2 Responses to આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)

  1. Rajendra Joshi says:

    Nice flow.
    Dear,keep it up.

  2. anand says:

    wonderful…………………………..ref. raju joshi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s