આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)
સાંજ પડતા જ ટેનામેન્ટસ, ફ્લેટ્સ કે સોસોયટીની દુકાનો એકલદોકલના આસરાનું કામ કે છે આ રવીવારની સાંજે. કારણ કોઈ છ દિવસ પછી છૂટેલા લોકો એક દિવસ જન્નતને જીવવા માંગતા હોય છે! હોય છે લોકો મોલ્સમાં, હોટેલ્સમાં…પિત્સામાં પિસાતા, ક્રેડિટ કાર્ડમાં કપાતા, રસ્તાપર રઝળતા… . એક દિવસમાં પત્નીને આપવાનો હોય છે છ દિવસનો પ્રેમ, બાળકોની ઉધાર અપેક્ષાઓ અને ત્યાં સોમવારની સવારના સરડરીંગનો ડર તો હૈયામાં કોતરાતો હોય છે પણ તેને ટ્રાફિકની ભીડમાં કે પછી ડ્રીમ હોટલમાં જમવા માટેના વેઈટિંગ માટે બહાર ઉભા-ઉભા શોધવાના હોય છે સુકાઈ ગયેલા સપનાની ભીની માટી. એક દિવસના મુક્તિના શ્વાસો ઘરે આવતા એક વાર વિચારવા મજબુર કરે છે કે આ કરતા તો રૂટીન સારું કેટલો થાક લાગે છે; લાગણીનો ભાર, આકાંક્ષાની આળસ અને પછી પત્ની કે પ્રેમિકાની બકવાસનું બગાસુ ખાતું સુઈ જવાનું…., કારણ કે જવાનું હોય છે સોમવારે સવારે ફરી એ જ રસ્તે, પણ બિન્દાસ્ત બાદશાહોની દુનિયા અલગ છે. કોલ સેન્ટર માંથી કે છુટી છવાઈ નોકરી કરતા મળેલી આજની રજાના આરક્ષિત સિનેમા ઘરોમાં કે શહેરથી દૂર શ્વાસોની સહેલગાહ લિફ્ટમાં પણ જાણે તેને અવકાશગમનનો આનંદ આપી જતા હોય છે….અનિલ જોશીની પંક્તિ યાદ આવેઃ ‘કે તમે આવો તો બેક વાત કરીએ…’
વાંચતા રહો, વિચારતા રહો, A nEw BoY iN tHe ciTy ……. કહેતા રહો… Just chill aaahmeeedabaaaaaad.