કોઈ પણ નગરીના પ્રેમમાં પડતા પહેલા!

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)

આ નગરી રાતના કાંગરે આવીને ખડી રહી હતી, ત્યાં સુધી આપણે તેના રૂપને નિરખ્યું પણ મને તો મોહિત કરે છે તેના અંધકારમાં ડૂબેલા રૂપ…, જો કે એ સાચું છે કે માત્ર બે વાગ્યાથી ચારેક વાગ્યાનો સમય હોય છે કે નગરી જંપીને જળપરિની જેમ તરતી હોય ધીર-ગંભિર વિસ્મૃતિના વાયરે તે પડી હોય છે, જાણે પરણ્યાની પહેલી રાતે પ્રણયના પહેલા રૂપને પારાવાર ભોગવીને પોઢેલી પરણિતાના જેમ ઘરેણા વિખરાયેલા પડ્યા હોય, વાળ ફેલાવીને રાખ્યા હોય તે રીતે ઘરેણા જેવી રોશની ક્યાંક-ક્યાંક ઉજળી રહી હોય છે. રસ્તાઓ વાહનો વગરના તેના રસ્તા સૂતી રૂપવતિના ફેલાયેલા કેશથી વિશેષ રૂપ દર્શન કરાવે છે. વાળમાં નાખેલા ગુલાબ જાણે. રાતના ચીમળાઈ, ચગદાઈને જ્યાંત્યાં પડ્યા હોય તેવા માનવો ફૂટપાથ પર પડ્યા-પડ્યા છોડેલી સુગંધની ગંધને ભૂલીને નિરભ્રાંત અવસ્થામાં પડ્યા હોય છે… અહો !! અમદાવાદ, તને ઘરું, આંખે ભરું કે તારા ઓવારણા લઉં, કોઈ બ્રિજ પરથી અંધાર રાતે પસાર થયો ત્યારે તને આવી જાણી, પણ જા કોઈ દિ હું તને છોડી દઈશ…ના. ના હું ક્યાં કોઈને છોડું છો ઓ અમદાવાદ વિદૃતવંતી તું જ મને મહાકાયામાંથી છોડી દઈશ…!
————————————————-

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)

કોઈ પણ નગરીના પ્રેમમાં પડતા પહેલા તેના રાતના રૂપને જોવાનું ચૂકશો નહીં. અને જિંદગી માં પણ કોઈ પણનું રૂપ સાચું તમને રાતે જ જોવા મળે છે. અમદાવાદ નગરી તો રાતના જાણે હમણા જાન આવશે માંડવે હમણા સાજણ સજીધજીને ઘોડે ચડીને આવશે તેમ વાટ જોતી કોઈ માંડવાના સૌંદર્યને અને અભિસારિકાના આનંદને પણ શરમાવે તેવી રોશનીથી ઝળાહળાં થઈ ઉઠે છે. આ નગરી જાણે નાચી ઉઠે છે. દીવસભરનો ભાર તો ક્યાંય ખોવાઈ જતો જોઈ શકાય છે. દુકાનો, શોપીંગ મોલ્સ, રસ્તા, મકાનો, મંદિરો, મહેફિલો, મહાલયો, એપાર્ટમેન્ટ્સ બધું ચમકવા લાગે છે. અને બધાની રોશની ઓઢીને ઉભી હોય ત્યારે ધૂમકેતુની ‘ચૌલાદેવી’ ને પણ શરમાવે છે. ક.મા.મુનશીની ‘લોપમુદ્રા’ને મહાત્ત કરે છે. ઝવેરચંદ મેઘાણીની ‘હોથલ પદમણી’ને હરાવે છે…. છે આ નગરીનું લાલિત્ય આમાં પણ સમાયેલું છે. આંખોને આંજી દેતો તેનો શણગાર જોઈ તેને 80ના દાયકામાં જોયેલા પ્રાકટ લોકોને પિતા જેવી વેદના થાય છે અને એને હવે નદીના રેતમાં રમતી નગરી મળતી નથી હવે તો આ આઈટી, મેનેજમેન્ટ જેવી કંપનીઓને લલચાવતી જુવાન જોધ નગરી જોવા મળે છે. અને ચશ્માના જાડા કાચમાંથી એ પાકટ લોકો કંઈક ફંફોસતા રહી જાય છે. ઘરના એક ખૂણામાં…..

આગળ કાલે વાંચો…… આનંદની આંખે અમદાવાદ…. only just 20 minute for self reading…..

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આનંદની આંખે અમદાવાદ. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s