આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)
…..આ નગરીમાં સાડા છ વાગે કે ધીરે ધીરે માનવીય કેકારવની દુનિયાના કલાપોનો પ્રારંભ થાય છે. અમલનો સાથ છોડીને નિંદરની અર્ધજાગ્રતતામાં ઉઠીને અમીર સ્ત્રી-પુરુષો જ્યારે પોતાના સંતાનોને છોડીને કુતરાને સાથે લઈને ચાલતા હોય ત્યારે મને અને પેલા કુતરામાં એક જ ફેર દેખાય છે કે તેની કાયા માત્ર કુતરાની છે બાકી જેમ પેલો કુતરો સાકળેથી બાંધેલો હોય તેમ આ પણ અનેકોથી બંધાઈને ક્યાંક છુટવાની લાલચે ફરવા નીકળી પડે છે. ખૈર પણ મસ્ત દુનિયા તો હોય છે ફેરીયાઓની માથે પેટલા લઈને ધીરે ધીરે તેની ચહલપહલ વધતી ચાલે છે. એક બાવળ નીચે બેઠેલો વાંસનો કારીગર પોતાનો અસબાબ સજાવે છે. પોતાનું ગોદડું મુકીને એફ. એમ. પર ગીત ફૂલ મુકી દે છે અને એફ. એમ. ગાંગરી ઉઠે છે ‘ઓ…નાદાન પરિંદે… ઘર આઆઆજાજાજા…’ વાતાવરણમાં કોલાહલ વધવા લાગે છે. હવે આ નગરી તરુણાઈમાં આવી જાય છે અને પુરુષો અને સ્ત્રી ઓ કોઈ બકરો હલાલ થાયને શણગારવામાં કેમ આવે તેમ તૈયાર થઈ જાય છે અને પકવાન ચાર રસ્તે ઉભેલા કેટલીક કંપની માટેના કર્મચારીના ગળામાં આઈકાર્ડ જોઈ અને આફ્રિકાના ગુલામ ઈતિહાસની યાદ તાજી થાય છે કે તેની ગલીમાં આવા જ નંબરના ચકદા પેરાવીને જાહેરમાં નિલામી થતી……
વાંચતા રહો…… આનંદની આંખે અમદાવાદ….