આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)
વિદ્યાર્થી, શાળા, ઘર અને અમદાવાદ……
કોમળતાની કમનસીબી જેવા બાળકો કે જેને ખબર નથી હોતી કે તે વિલાસિતાના વિનાશી વાવઝોડામાં પણ હૈયાથી જીવવાનો ભાર લઈને તે ચાલી રહ્યા છે. અહીંના બાળકો પાસે સપના છે પણ ઉંઘ નથી, ગાડીમાં શાળાએ મુકવા જતા વાલીને પણ એક ‘કામ’ જેવું લાગે છે. પરોઢના પ્રભાતમાં થેલાનો ભાર કેટલીય આશાઓની આંખ થઈને ચાલ છે. ઘરનું સ્કૂટર, ગાડી, બસ કે કોઈ પણ વાહનનો સવારનો અવાજ હૈયાને બહેલાવી મુકનારો હોય છે કે પછી બહેકાવી તે તો બાળક જાણે પણ વેકેશન ખુલી ગયા પછીનું આ દ્રશ્ય આ નગરીની ભવ્યતાનું ગાણું ગાય છે તે વાત તો સાચી.
ચોકલેટી સવારમાં, સૂરજ પણ સફરજનનું લન્ચબોક્સ લઈને નીકળતા હોય તેવા લાગવા માંડે છે. સ્કૂલની બારીમાંથી તાકતી નીજૂક આંખો સૂરજને ઝટ નમવાનું કહેતી હશે? પણ હા એ સાચું કે આ નગરીનું બાળક ઘરે આવીને એટલું તો જરૂર કહેતું હશે કેઃ આજે તો મેં ખિસકોલી, કાગડો અને ચકલીને જોઈ. અને મોટા બધ્ધા મેદાનમાં રમત હતા….
ફ્લેટની ઉપરની બારી પરથી નીચે જોય છે ત્યારે તેને ખિસકોલી નથી દેખાતી અને નથી તો ચકલી તેની બારી પર બેસવાની ભૂલ કરતી. પણ હા, આવતી કાલની ટેસ્ટના માર્ક તેને આકાશમાં દેખાતા તારા જેવા વાલા લાગે છે, કાચી નિંદરમાં સંભળાતો નોટના પાનાનો ફફડાટ ઘેઘૂર વડલા જેવો લાગે છે અને તે બનાવી લે છે ભણવામાં આવતી સ્ટોરીમાં પોતાનું પાત્ર….
વાંચતા રહો, વિચારતા રહો, A nEw BoY iN tHe ciTy ……. કહેતા રહો… Just chill aaahmeeedabaaaaaad.
Great work Aanand. I am take Proud that i am not just your class-met, but Your bench partner.
Good writing skill, Keep it up Dear………..>>>>