આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)
એક વાંદરો વિચારતો હતો….
સવારે સવારે જ્યારે હું અમદાવાદની ગલીઓમાંથી પસાર થાઊં છું તો થલતેજની સોસાયટીઓમાં મોર જોવા મળે છે. વાંદરા સવારમાં મોજ ઉડાડતા જોવા મળે છે. અને સવારમાં અગાસીઓ પર કે એપાર્ટમેન્ટની બારી પર પણ ટીંગાઈને મજા લૂંટે છે. જો કે તે સ્તબ્ધતા પૂર્વક જુએ છે…. મને એનું જોવું તેની સ્મરણ વિથિકાને ઉજાગર કરતો હોય તેવું લાગે છે સામે દૂર મોરલો પણ પાળીએ પાળીએ ઠેકડા ખાતો વખતની વિભિષિકાને વાગોળતો હોય તેવો લાગે છે…
વાંદરો વિચારે છે કે અહીં અનેક ખેતર હતા, આંબા હતા, પતંગીયાનાં ઝૂંડ હતા, ચકલીઓનું ચીં ચીં હતું, કોયલનું કુંજન હતું, કાગડાનો ક્રોવક્રવાટ હતો, હતો તો ખરો અહીં એક કાળુંડો કૂતરો, એક ગવરી ગાય અને એક મોટા ઝૂંપડા જેવું ઘર તેમાં યુવાન કૃષક અને તેની પત્ની તે હવે દેખાતા નથી, બધું સાલું ગાયબ થઈ ગયું. કેરી મળતી ત્યારે અમે ઝુંડના ઝુંડ અહીં ચડી આવતા અને પેલા ખેતરપાલકને કવરાવી દેતા. પણ તેને કદી અમને ધૂતક્કાર્યા નથી. પણ આજે કોઈ ધુત્તકારતું નથી પણ ફરક એ છે કે ત્યારે અમે ચાહીને અહીં રહેતા પણ આજે અમે ચાહવા છત્તા પણ રહી શકતા નથી. કારણ કે અહીં હવે પેલો મધમધતો પહોર ક્યાંય મળતો નથ સાલી વાસ આવે છે કંઈ બળવાની પણ પેલી ગાડી માં કોઈ ચહેરો દેખાય છે મને લાગે છે કે એ ચહેરો કદાચ મેં પેલા ખેડૂતના ઘરમાં રમતા એ કૃષક બાળક જેવો લાગે છે, પણ ઊંચા બંગલામાં કાચ સારા છે, પોરો ખાતી ગાડીઓ પર બેસીને સવારમાં શાકભાજીવાળાને હેરાન કરવાની મજા આવે છે, એક જણ સવારમાં પારલેજી આપી જાય છે ત્યારે પેલી કેરી જેવી ખાટી યાદને મીઠી કરવા સવારમાં અમે આ શહેરમાં આટો મારી જઈએ છીએ…
વાંચતા રહો, વિચારતા રહો, A nEw BoY iN tHe ciTy ……. કહેતા રહો… Just chill aaahmeeedabaaaaaad.