આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)
આથી ઓળખાયો હશે ‘અમદાવાદી’?!
અમદાવાદ વિશે જગ્દિશભાઈ ઠાકરે સરસ લખેલું, ‘હાથ મેળવીને આંગળા ગણી લે તે અમદાવાદી…’ આ ઉપરાંત પણ અમદાવાદી લોકો વિશે ઘણી માન્યતાઓ આપણા મગજમાં ઘર કરી ગઈ છે. અમદાવાદીઓ આટલા ચીકણા (!) શા માટે હોય છે? મારા માટે આ શહેરમાં આવ્યો એટલે મને તે જાણવાની ઉત્સુકતા થઈ એથી હું સતત જોતો રહું છું અમદાવાદી માણસને. તેનું કારણ આખરે મળી ગયું…
એક તો અમદાવાદને અને રાજસ્થાનને સારો સંબંધ રહ્યો છે અહીંથી મારવાડ નજીક થાય છે અને મૂળતઃ આ મારવાડની સ્થિતિ; જીવનજરૂરીયાત વસ્તુઓ પણ મેળવવી અઘરી છે, તેથી તે ખૂબ કરકસર સાથે જીવે છે અને તેના ઘણા લોકો પરાપૂર્વથી ધંધા માટે અહીં આવતા રહે છે માટે તે રીતે સામાજિક વલણનું આદાનપ્રદાન થયું, ઉપરાંત ધીરે અમદાવાદે મહાનગરને રસ્તે ચાલ્યું ત્યારે મધ્યમ વર્ગને આર્થિક મુશ્કેલીઓ નડવા લાગી અને ટાંચા પગારમાં પેટે પાટા બાંધવાના હોય ત્યારે પાઈએ પાઈનો હિસાબ રાખવો સહજ છે. માટે, એ જે કરે છે તે તેની કરકસર છે પણ પછી તે પરંપરા બની ગઈ, તેથી અમદાવાદના લોકોનો સ્વભાવ એક નવા મનોવલણને નામ આપી ગયો અને આપણે આવા સ્વભાવવાળા લોકોને ‘અમદાવાદી’ કહેવા લાગ્યા.
વાંચતા રહો, વિચારતા રહો, A nEw BoY iN tHe ciTy ……. કહેતા રહો… Just chill aaahmeeedabaaaaaad.
Cool observation Dear!!!!!!!!!!!!!1
A’bad is tipical city & their peoples Are more tipical than any body elses in the World . Theyfirst proud to A..N..Gujarati &Than Indian.