સુરખી ભર્યાં હેમંત ઋતુના પવનનો અહીં અહેસાસ…

સુરખી ભર્યાં હેમંત ઋતુના પવનનો અહીં અહેસાસ…

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)

અંબરને આંબતી ઈમારતની  વચ્ચેથી દેખાતા આકાશના  ટૂકડા માંથી અમદાવ નગરી ડોકીયું નિકાળે છે, નવીનવેલી ફણગાફૂટતી કૂંપળની જેમ! ઠંડા પણ મંદ પવન  શરૂ  થઈ ચૂક્યો છે, ઘોંઘાટનો અવજ ઠંડીએ વધારી  દીધો છે, પર્વના બહાને પોરસાઈને ખરીદી કરવા નિકળેલા લોકોની ત્વચાને તતડાવતી ઠંડી સાંજના ઓટો રીક્ષામાં કે સીટી બસમાંથી કોઈનો પાલવ ઉડાડે છે, તો વળી  ફોરવ્હિલ માંથી આકાશને તાકતી કોઈ અમીર ઘરની કન્યાના ચહેરા પર ઝૂલ્ફો વિખેરવાની ગૂસ્તાખી  પણ હેમંતનો  પવન કરી બેસે છે! ફૂટપાથ પર પડેલા લોકોના ધાબળામાં ઢબૂરાઈને પડેલા બાળકની આંખોમાં આશ્ચર્ય થઈને સરકી જતી આલીશાન એમ્યૂલન્સ જેવો પવન અકળાવી મારે છે. આજે મને આ નગરી કોઈ ટીનએજમાં  પહોંચેલી કિશોરી જેવી  લાગે છે! અહીં દરવખતે આવું જ વાતાવરણ  હશે કે નહીં તે  રામ જાણે, પણ  આ નગરીમાં પણ હેમંત ઋતુનો  પવન આ નગરીના કુંવારા  સપના સાધે ઘરઘરણું કરતો હોય તેવો લાગે છે ! કલાપી યાદ આવે કે –

‘ઉગે છે સુરખી ભર્યો રવિમૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતું એકે નથી વાદળી .’

કદાચ દરેકને તેનો જમાનો વ્હાલો હશે, પણ સ્થિતિને સ્થળ-કાળથી પર થઈને વિચારજો નક્કી તમને તેમાં ખશું ખોટું કે  ખરાબ નહીં દેખાય, કારણ કે સ્થળ-કાળથી પર થવાની સ્થિતિ જ સૌંદર્ય દ્રષ્ટિ  આપે છે, મારી  પાસે  સૌંદર્યદ્રષ્ટિ છે કે નહીં તેની  ખબર નથી પણ મારા કાજરડીના ભીમા આતાના  ખેતરે કે  ખોખરે પામેલા  પહેલા હેમંત જેવો જ અનુભવ આ નગરીની વચ્ચેથી જગ્યા કરીને આવતા હેમંતના પવનને મને કરાવ્યો છે!!!

આગળ કાલે વાંચો…… આનંદની આંખે અમદાવાદ…. only just 20 minute for self reading…..

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)ના બીજા લેખો….
અમદાવાદી વરસાદની ગંધ!
મૉલ્સના એક આટાંમાં સમજ્યું ઉપનિષદ…
એક વાંદરો વિચારતો હતો….
જાહેરાતના હોર્ડીંગ પાછળની જિંદગી….
માનવીય કેકારવની દુનિયા…

 

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આનંદની આંખે અમદાવાદ. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s