હું, અમદાવાદ અને ક્રોસવર્ડ…

crosswordઆનંદની આંખે અમદાવાદ….
(180 સેકન્ડનું વાંચન)

આછ્છા વરસાદમાં સાંભરે તો સાંભરે કોણ? હા. પિયા મિલયા જાં દ્વાર નિહારિયા, મોસે લાગે રે લાજ તોરી રંગ રસિયા….એમ કહેતી આ અમદાવાદ નગરી, પુસ્તક વાંચવાનું નવું રૂપ લઈને પણ બેઠી છે, તે મને નવી ગમ્મત થઈ!

અહીં આવ્યો ત્યારે પહેલો પરિચય ક્રોસ વર્ડ સાથે થયો. હું અંદર જઈને બાઘો જ બની ગયેલો. કેટલી બધી બુક્સ…, કેવી સરસ રૂપકડા કવર્સમાં…હાઈફાઈ લોકો આવે, પોતાનો ‘ઉભરતો’ પુસ્તક પ્રેમ દર્શાવવા. ત્યાં બેસીને પણ વાંચી શકાય. ચડ્ડા પહેરી-પહેરીને લોકો ત્યાં બેસેલા પણ ખરા.

મેં અંગ્રેજી પુસ્તકો જોયાં. કેટલા બધા વિભાગો. મેં પૂછ્યું ગુજરાતી વિભાગ હશે? બે રો હતી અને હિન્દીની પણ બે રો. કેવું કહેવા, સાલ્લું આપણા રાજ્યમાં રહીને કમાવું છતાં આપણી ભાષાના પુસ્તકો નહીં. વળી ક્રોસવર્ડ જેવો ચાંસ મળ્યો છે તોય આપણા કહેવાતા સાહિત્યપ્રિય પ્રકાશકો અને કહેવાતા ગુજરાતી ભાષા માટે ઝઝુમતા લોકોએ ક્યારેય એવો અવાજ ન ઉઠાવ્યો કે એવી તક ન ઉભી કરી કે ત્યાં ગુજરાતી રાઈટર્સ પ્રમોટ થાય.

(સોરી..દોસ્તો, પણ મને થોડી સિંપથી અને વિચારો છે, તે વ્યક્ત કરવા દો. થોડું લાંબુ થશે, જો સાહિત્ય પ્રત્યે રૂચી હોય તો આગળ વાંચો…)

અહીં એવું ન કરી શકાય? ક્રોસ વર્ડ સાથે ટાઈપ કરાય કે વર્ષે તે પાંચ ગુજરાતી નવોદિતોના પુસ્તકો છાપશે અને તે માટેની સ્પર્ધા રાખી શકે (ભલેને પછી તેમાં પરિષદ અને અકાદમિ જેવી અને જેમ લાગવગ ચાલે. આપણે તો કોકનું છપાય છે તે જોવાનું છેને! અને તેમાંથી એકાદું તો સારું પુસ્તક આવશેને…તેની સામે આપણને વાંધો ય ન હોવો જોઈએ કારણ કે આપણે તો બેઝિકલી ટીપિકલી ગુજરાતી-વેપારી-પ્રજા.)

મેં તો ક્રોસવર્ડમાં બધું જોયું. અંગ્રજીના એકથી એક ચઢીયાતા પુસ્તકો સાયન્સફિક્શન, રોમેન્ટિક લિટરેચર, પોએટ્રિ, ડ્રામા, ક્લાસિક બધું જ અને ગુજરાતીમાં? ક.મા.મુનશી, મેઘાણી, પન્નાલાલ, જય વસાવડા, અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા, કાજલ ઓઝા-વૈદ્ય, ગુણવંત શાહ આવા બધા. તે આ સિવાય કોઈ ગુજરાતી લિટરેચર લખાયું જ નથી?(તો પછી ક્રોસવર્ડમાં જ આવનારી ગુજરાતી પેઢીને ખબર કેમ પડશે કે બીજા લેખકો પણ આપણી પાસે છે.) બેશક કે તે સારું છે કે આટલાને તો રાખે છે. અરે મારા સાહિત્યકારો જાગો અને એક્ટિવ થાઓ. તમારી ભૂમિ પર આવીને આ ક્રોસવર્ડવાળા તમને કંઈ આપતા નથી, તમારા પૂસ્તકો ત્યાં મુકાય તે માટે આજીજી કરવી પડે?

મોટીવાત તો મને શું લાગી ખબર છે? જ્યારે અંગ્રેજી પુસ્તકોના વિભાગો જોઈને ગુજરાતી વિભાગ પાસે આવ્યો, ત્યારે આપણા લેખકો બધા ‘કોપિરાઈટર્સ’ લાગ્યા. કોઈની પાસે નવું કહેવાનું છે જ ક્યાં? એવું લાગ્યું. વામણા લાગ્યા મારી ભાષાના લેખકો.(!)

બહાર નીકળીને મારી લિવ-ઈન-પાર્ટનર એવી આ અમદાવાદ નગરીને જોઈ અને ઘડી હસી પડાયું. અને મનોજ ખંડેરીયાની ગઝલ યાદ આવી ગઈઃ એક પગ બીજા પગને છળે, એમ પણ બને….

જાણે ઈસ્કોનના પૂલની ઉપરની પાળ પર બેસીને બોપલ તરફ ડૂબી જતાં સૂરજને જોતાં જોતાં સંધ્યાનો જામ છલકાવતી અમદાવાદ નગરી બોલીઃ આ જ તો છે દુનિયાના રંગ, તે હજી રંગ મંડળમાં તો પ્રવેશ નથી કર્યો?

અને ઘનઘોર અદામાં તેણે ‘સાહેબ, બીવી, ગેંગસ્ટર રિટર્ન્સ’ ફિલ્મની માહીનો ડાયલોગ ડિલિવર કર્યો…મુજે મર્દ હી ક્યોં મિલતે હૈ, શાયર ક્યોં નહીં મિલતે? અને નગરીને  નારાજ થતી જોઈ મેં શાયરી કરી..

रफ्ता यूं ही कटेंगी ये शाम जैसे चराग से लौ होगी।
थक जायेंगी राते, सितारों की चहल-पहल से।।

*****

(નોંધ – અહીં લખાયેલી વાતમાં કોઈને લાગી આવે તો ઈસ્કોન ક્રોસવર્ડ પાસે નીચે ચાની કેન્ટિન છે અને હિમાલયા પાસે દર્શન ટી સેન્ટર છે જેની ચા ખૂબ સારી આવે છે પી લેજો ને ટેસમાં રહે જો કારણ કે મારા વંદનીય મિત્ર એવું કહે છે કે આપણા પ્રોબ્લેમ્સ ઓછા છે કે આપણે બીજાની ખોટ કાઢવા જઈએ…આ તો અમદાવાદનો દરબાર તો નગરવધુનું સંથાગાર  છે, ગમે તેને ગમે તેમ બહેકાવી દે…..હાહાહાહા)(આ ક્રોસવર્ડ શું છે તે જાણવા નીચેની લિંક ક્લિક કરો…કારણ કે તેના વિશે લખતા લખતા ચા ખૂટી જાય યારો….)
http://articles.economictimes.indiatimes.com/2009-02-04/news/27651886_1_crossword-bookstore-chain
http://en.wikipedia.org/wiki/Crossword_Bookstores
https://en.wikipedia.org/wiki/Crossword_Book_Award
http://www.crossword.in/stores

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આનંદની આંખે અમદાવાદ. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s