!! દિલની આ દ્વારકા !!

dwarka(કૃષ્ણ – કદાચ આ નામ હવે ભારતના લોહી સાથે રંગાઈ ગયું છે. તેના વિશે કંઈ કેટલું લખાય છે, પણ સવજી છાયાએ રેંખાંકનમાં ફરી જીવતો કર્યો એ માણસને. જાણે દ્વારકાની ગલીઓમાં હમણાં પિળા પિતાંબરમાં નીકળી પડશે અને આઠ દસ બોડિગાર્ડ ઘેરી વળશે તેને અને એક રાણી પછી બીજી રાણી પાસે સૌના ખબર અંતર પૂછતો નીકળશે અને એમાં…જો તેને રસ્તામાં મીરાં મળે પણ તેના રક્ષકો તેને ન મળવા દે. કલ્પી લો કે મીરાં  તેના પી.આર.ને મળે પણ પી.આર. કહે કે ભૈ હમારે સાહબ તો હૈ હી ઐસે, રોજ રોજ કીતની યહાં આતી હૈ સીર્ફ ઉસ કી બાતો પે ફીદાં હો કે અબ તો યે નગર ભી કમ પડને લગા હૈ ઈસ બાર જગાહ નહીં હૈ ઉસે મિલવા દેંગે પર વાદા નહીં કર શકતે…મીરાંને માધવન ન મળે! આ બધું દ્વારકાની એક ગલીમાં ક્રિકેટ રમતો છોકરો જોઈ જાય છે. એ ગલીમાં એટલે ક્રિકેટ રમે છે કે તેની ગલીમાં રુક્મણીનો મહેલ છે અને રૂક્મણીની એક છોકરી રોજ અટારી પર આવીને બેસે છે. છોકરો તેને જોવામાં રહે છે અને આઉટ થયા કરીને બસ ફિલ્ડીંગ ભર્યા કરે છે. કહાની લાંબી છે લવ સ્ટોરી છે પણ શોર્ટમાં કહું કે એક દિવસ એ છોકરો ભણવા માટે મુંબઈ જાય છે.  વેકેશનમાં આવીને તે મળતો રહે છે. વ્હોટ્સ અપમાં પણ મળતા રહે છે અને એક દિવસ તે ચેટમાં કહે છે કે ચાલ ભાગી જઈએ તારા મા-બાપે પણ આ રીતે જ તો લગ્ન કર્યા હતા. પણ પેલી ના કહે છે કે નહીં તું મારી મા પાસે તો કમ સે કમ મારો હાથ માંગ. પણ બે દિવસમાં અચાનક બધું બદલી જાય છે બ્રેકિંગ ન્યૂઝ એ છવાઈ જાય છે કે ભારતના પશ્ચિમ કિનારે સૂનામી આવી છે અને એક આખો ટાપુ ડૂબી ગયો છે. અઠવાડીયે બધું શાંત થાય છે છોકરો આવે છે એ ગલી તો દરિયામાં ચાલી ગઈ. લોકો કહે છે કે તેના રાજા એટલે કે પેલી છોકરીના બાપ કૃષ્ણ પ્રાચીમાં મિટિંગ માટે આવ્યા તે બચી ગયા હતા પણ…તેને આ સમાચારની જાણ થતાં તે ગાડી લઈને દ્વારકા તરફ ભાગ્યા એમાં જ તે પોતાનું સ્ટિયરિંગ ગુમાવી બેઠા અને એક પિપળા સાથે ગાડી ભટકાતા મૃત્યુ પામ્યા છે પણ છોકરા માટે તો તે દ્રશ્યો હજુ આંખમાં સ્પર્શે છે. તેને છોકરીના બાપ પર પણ ગર્વ હતો, તે ઘણી વાર છોકરીને કહેતો કે હું પણ તારા બાપ જેવો થઈને આ ટાપુનો રાજા થઈશ. છોકરો આખરે  જ્યાં પિપળા પર કૃષ્ણની ગાડીનો અકસ્માત થયો ત્યાં જઈને તે એટલું જ બોલ્યો કે અર્જુનના ડ્રાઈવરથી આમ ગાડી ભટકાઈ નહીં. તમે મારી પ્રિયતમાને પણ સાથે લઈને આવી ગયા હોત તો…અમે બીજી દ્વારકા ઉભી કરત…બસ અહીં પિક્ચર પૂરું થાય છે. હાહાહાહા…હા. દોસ્તો આ બધી વાત મારી કલ્પનામાં આવી તેનું કારણ છે એક પુસ્તક. શિશિરભાઈનો ‘દ્વારકા’ પરનો આસ્વાદ અને રિડગુજરાતી પરનો રિવ્યુ વાંચ્યા પછી, સવજી ભાઈના રેખાંકનો પણ જોયાં અને વાંચ્યા અને આપણી આગળની વાર્તાના નાયક પેલા છોકરાની મનઃસ્થિતિને ધ્યાને લઈને એક ગીત રચાયું તે આપની ખિદમતમાં પેશ કરું છું….{આટલી મોટી પ્રસ્તાવના માટે સોરી હોં દોસ્તો…})

!! દિલની આ દ્વારકા !!

ડૂબશું તો  ય અમે દ્વારકા જેવું,
અને યુગ યુગમાં થાશું એંધાણ
સમંદરને કાંઠે, કાલિંદીની રેત થઈ,
રાત વાસો કરશું રોકાણ.

રાધાની રીસ જેવું ચડશું તો ય અમે
સાંજ પડતામાં પાછા સમી જાશું,
અવસર થઈ કો’ક ’દિ આંગણે આવો તો
મહેલોની મેલાવશું મોકાણ!

મોટે ગામતરે મારગ મળશે તો પછી
ઘેનમાં સૌને ઘમરોળશું,
દરિયામાં દાટશું દિલની આ દ્વારકા
પછી પસ્તાવાના પીપળે કરશું રોકાણ!

સાવ રે સોનાનું જીવતર દાટશું
ને હૈયેથી વગાડશું યાદની વાંસળી
મૌતને મળવાની મિસરી લઈને
મીરાં સાથે કરશું જોડાણ!

સમંદરને કાંઠે, કાલિંદીની રેત થઈ,
રાત વાસો કરશું રોકાણ…..

– આનંદ ઠાકર

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in અભરખો.... Bookmark the permalink.

2 Responses to !! દિલની આ દ્વારકા !!

  1. rajesh says:

    આ તો એક વાર્તાનો પીંડ છે અને શરીર બનાવી વાઘા પહેરાવો ભાઇ

    • aKshArAnANd says:

      આભાર રાજભા, બસ હવે હું એ વાર્તા લખી રહ્યો છું ટુંક સમયમાં આવશે….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s