મંગળ મિશનઃ – વિજ્ઞાન અને શ્રદ્ધા

marsમંગળ મિશનઃ – વિજ્ઞાન અને શ્રદ્ધા

લેખક  – મનસુખભાઈ ઠાકર

ગત તા. 5-11ના રોજ મંગળવારે ભારતે ઈસરોના માધ્યમથી મંગળ ઉપર પોતાનું યાન મોકલ્યું અને તેને અદ્ભૂત પ્રરંભિક સફળતા મળી. આ સમગ્ર મિશનના અધ્યક્ષ હતા ઈસરોના ડિરેક્ટર ડો. રાધાકૃષ્ણન. આમ મંગળ પર મિશન મોકલનારું ભારત વિશ્વનું ચોથું રાષ્ટ્ર બન્યું. આ સમગ્ર ઘટના ટી.વી. પર લાઈવ જોઈ, ખૂબ મજા આવી. વિજ્ઞાનિકોની ટીમને અભિનંદન.

ત્યારબાદ સમાચારમાં જણાવવામાં આવ્યું કે આ મિશનની સફળતા માટે ડો. રાધાકૃષ્ણન્ તે અગાઉ તિરુપતિ બાલાજીના મંદીરે દર્શન કરવા ગયા હતા અને મિશનની સફળતા માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી, સફતાની કામના કરી હતી, પ્રાર્થના ફળી. (!)

સામાન્ય રીતે લોકોની માન્યતા એ છે કે વિજ્ઞાનિકો ઈશ્વરને માનતા નથી અને ઈશ્વને ચેલેન્જ કરે છેઃ આ આપણી માન્યતા છે હકીકત કંઈક જુદી હોય છે. વિજ્ઞાનિકો નાસ્તિક નથી. તેઓ માત્ર ઈશ્વરે જે હકીકતો રજૂ કરી છે, તેનું પૃથ્થકરણ કરી તેનું વાસ્તવિક તારણ માનવ સમક્ષ રજૂ કરે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે વિજ્ઞાનિકોએ પણ બાળપણ, યુવાવસ્થા અને  પ્રૌઢાવસ્થામાંથી પસાર થવું  પડે છે.  વિજ્ઞાનિકો  પણ જીવન-તથ્યોનો અનુભવ કરીને તેનું પૃથ્થકરણ કરીને પાર ઉતર્યા હોય છે.  દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કોઈને કોઈ  ધર્મ સાથે તો  સંકળાયેલો હોય જ છે. અને નાનપણથી તે સંસ્કારોમાં ગૂંથાયેલો હોય છે. દરેક ધર્મ આખરે તો આ સૃષ્ટિના રચયિતાનું આધિપત્ય સ્વીકારે છે. વ્યક્તિના સંસ્કાર તે અભિનેતા, ઈજનેર, વિજ્ઞાનિક, ડોક્ટર કે સાહિત્યકાર બને પછી પણ તેની સાથે જોડાયેલા હોય જ છે.

વિજ્ઞાનિકો તો પોતાના  સંશોધન દરમિયાન થનારી સફળતા-નિષ્ફળતાનું શ્રેય કોઈ અદૃશ્ય શક્તિને આપતા હોય છે, એટલે જ તેઓ ઈશ્વરની  ખરી યથાર્થતા અને મહત્વને સ્વીકારે છે. ફક્ત સામાન્ય માનવીથી વિજ્ઞાનિક એટલો જુદો પડે છે કે તે માત્ર અંધશ્રદ્ધાળુ નથી, શ્રદ્ધાળુ છે. ઈશ્વરનું અસ્તિત્વ હોવાથી, તેઓને વિજ્ઞાનિક રીતે પણ અનુભૂતિ તેઓના પ્રયોગ દરમ્યાન થઈ જ હોય છે, એટલે જ કદાચ ઈશ્વરને તે વિશેષ રૂપે ઓળખે છે. વિશ્વને બનાવનાર કોઈક તો છે જ, તે હકિકતનો તે પ્રત્યક્ષ કે પરોક્ષ  રૂપે સ્વીકાર કરતા હોય છે. ઈશ્વરના આસ્તિત્વનો સ્વીકાર તેઓ વિજ્ઞાનિક પરિક્ષણથી કરે છે અને તે પરિક્ષણને શ્રદ્ધામાં પરોવી પ્રાર્થના કે પ્રતિમા રૂપે પણ કરે છે.

મારી સાદી માન્યતા છે કે આપણું અસ્તિત્વ માત્ર જ ઈશ્વરની સાબિતી છે. બ્રહ્માંડ  અને વિશ્વનો કોઈ નિર્માતા અને નિયામક તો કોઈક છે જ. અન્યથા આ વિશ્વ કોઈ રીતે સંભવી શકે નહીં. માત્ર તેના સ્વરૂપો જુદાં હોય છે.

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s