બૂડબૂડીયા…
(My One Paragraph Short Story)
કંકુ વાળા સેંથે અને મહેંદી વાળા હાથે જ્યારે બંગડીઓ ખખડાવતી તે આવી હતી, ત્યારે તેના પરણેલા પણ દરરોજ અપરણિત થઈ જતા તેના પતિની એક દોસ્ત કહેવાતી છોકરીએ તેને પાઈલોટનું ભણવા માટે કોલેજમાં દાખલ કરવાના પ્લાન કર્યા. આટલું ભણી છે તે શા ખપમાં…એમ કહીને જ તો…! પ્લેનમાં કંટ્રોલરૂમમાંથી એક અવાજ – આગળ જવાની મનાઈ છે પાયલટને જાણ કરવામાં આવે કે વિમાન પાછું લાવવું…નીચે જોયું તો કેનેડિયન ભૂશિર…આઠમા ધોરણમાં ભણી હતી કે બરમુડા ત્રીકોણમાં બધા ખેંચાઈને મરી જાય છે… એક કડાકો…વાદળો ઘેરી રહ્યા હોઈ તેવું વાતાવરણ લાગ્યું…સ્ટિયરિંગ, પ્લેનના યંત્રો બધું પોતાનું બળ ગુમાવી રહ્યું હોય તેવું લાગ્યું…ચાર્ટટ પ્લેનમાં એકલી નીકળી ગયેલી કોઈ અદ્રશ્ય સમયની સફરે તેવું તેને લાગ્યું….અને ઘડીભરમાં વિમાન નીચે….પાણીના બૂડબૂડીયા પછી એ ક્યાં એ રહી હતી….
– આનંદ ઠાકર