શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (વાયવીય સંહિતા)

shiv-Puran

જેમણે શાર્પ માઈન્ડ બનાવવું હોય તેના માટે 32માં અધ્યાયમાં સરસ વાત રજૂ કરી છે, એક ‘પાશુપત યોગ’ નામે જીવનક્રિયા બતાવી છે. તે કહે છે કે ચર્યા, વિદ્યા, ક્રિયા અને યોગ આટલું જો વ્યવસ્થિત કરવામાં આવે તો જ્ઞાન તેજવંત બને છે અર્થાત મગજ સારું ચાલે છે. આ ચારેચારને સુધારવા અને ચારેચાર બાબતોનું યોગ્ય નિયમન કરવાની વિશેષ વિગત આમાં લખી છે.

।। દ્વિતીય પુસ્તક પત્રમ્ ।।

શ્રાવણ સુદ અગિયારસ, વિ.સં.- 2070
તા. 7/8/2014

પુસ્તક —- શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ

શ્રાવણ… સત્સંગ…

(સંહિતા – વાયવીય સંહિતા)

વાયવીય સંહિતાના પ્રારંભિક અધ્યાયો ખૂબ સુંદર છે. તેમાં બીજા અધ્યાયમાં બધા ઋષિઓ પ્રયાગમાં એકત્રિત થાય છે અને પરમપુરુષ વિશે વિચારે છે. જેમ આજે જિનીવામાં બેસીને વૈજ્ઞાનિકો વિચારે છે તેમ… પહેલા આવી વિષદ્ ચર્ચાઓ માટે એકઠું થવામાં આવતું હતું. ઋષિઓની આ દેન જબદસ્ત હતી. તે લોકો એકત્ર થતાં અને અલગ અલગ બાબતો માટે વિચારતાં તેમના સત્રો ભરાતાં હતાં.

ઋષિઓના આ વિચાર સાથે સોક્રેટિસ એટલી હદે સહમત થાય છે કે તે કહે છે કે ‘Strong minds discuss ideas, average minds discuss events, weak minds discuss people.’ — Socrates આ બધા ઋષિઓ એવા સશક્ત વિચારવંત પુરુષો હતા કે તેમણે એકવાર ‘પરમપુરુષ’ વિશે વિચારવાનું નક્કી કર્યું. તે બધા ગયા બ્રહ્મા પાસે. બ્રહ્માએ માત્ર એક શબ્દમાં જવાબ આપ્યો – ‘રુદ્ર’.

આટલું બોલીને બ્રહ્માજી ધ્યાન મગ્ન બનીને આનંદવિભોર બની જાય છે અને પરમતત્વ તરીકે શિવજીના વખાણ અને વર્ણન કરવા લાગે છે! સો સ્ટોપ, જરા એટલું વિચારો કે તમને એમ કહેવામાં આવે કે જિનીવાના એ સેન્ટરમાં તમને લઈ જવાના છે જ્યાં વિશ્વનું અંતિમ તત્વ હેગ્ઝબોસોન જોવા મળશે! તમારા માટે તે કેટલી રસપ્રદ બાબત હશે, જો તમે વિજ્ઞાનમાં રસ ધરાવતા હશો તો….

અને જો તમને કહેવામાં આવે કે અવકાશમાં ચંદ્રપર જવા માટેની ટીમમાં તમારી પસંદગી થઈ છે અને તમે શું બોલો, અને પછી ચંદ્રપરથી દેખાતું અવકાશ અને પૃથ્વી જોઈને પછી તમને કહેવામાં આવે કે તેનું વર્ણન કરો, તો ફસ્ટ એક્સપ્રેશન તો તમારા પણ બ્રહ્માજી જેવા જ થાય! ઈનફેક્ટ બ્રહ્માજી જોઈ ગયા છે તે અંતિમ તત્વને તેને જોયાનો આનંદ તે આ રીતે વર્ણન કરીને બતાવે છે, જેને આપણે પાછળથી સરસ નામ સાથે આપે જોડી દીધું ‘શિવ’… જો આ બ્રહ્મા રોમમાં કે અમેરિકામાં હોત તો આપણા પુરાણનું નામ હિગ્સહિસ્ટ્રી હોત અને આપણા શિવજીનું નામ ‘હિગ્સબોસોન’ હોત! વાત ફક્ત ભાષાની છે, નહીં તો વાત તો જ્ઞાનની ચરમસીમાએ જ થઈ છે.

બ્રહ્માજી પાસેથી આવીને આ ઋષિઓ નૈમિષારણ્યમાં દીર્ઘસત્રનું આયોજન કરે છે, તેમાં વાયુદેવ પધારે છે અને શિવજીના ‘પશુપતિ’ રૂપનું તાત્વિક વિવેચન કરે છે. મને અફસોસ છે કે ઓશો શિવપુરાણ પર બોલ્યા નથી. જો કે ફિલોસોફરો પુરાણોને નોવેલથી વધુ કશું માનતા નથી હોતાં. પણ અહીં આ સંહિતામાં આરણ્યક કાળના ઋષિઓની રહેવાની પદ્ધતિ વિશે જાણવા મળે છે, ઉપરાંત જ્યારે વિશ્વ હજુ ચક્રયુગમાં હતો ત્યારે આ લોકો વિશ્વના અંતિમ તત્વ વિશે વિચાર કરવા દીર્ઘસત્ર જેવા જ્ઞાનયજ્ઞનું આયોજન કરતા હતા, તે બતાવે છે કે આ પુરાણો સિર્ફ બીનબતાઈ બાતો કા બવંડર તો નથી જ. કદાચ અહીં રુદ્ર, પશુપતિ વગેરે વિશેની જે તાત્વિક ચર્ચા થઈ છે, તેનું વિવેચન કરવા આપણે હાલ બેસીશું તો આપણે પણ ઓશોની જેમ લોટ્સ ઓફ કેસેટ્સ અને મેનિ-મેનિ બુક્સ બની શકે તેમ છે. પણ હું સખત પણે એવું માનું છું કે આપણે ત્યાં આવા બોલવા વાળા ઘણાં છે, પણ જો તમારે સાંભળવું ન હોય અને ઉગાડવું હોય તો તમે જાતે એક વાર આપણા પુરાણો અને ધર્મગ્રંથો તરફ વળો. બ્લોગમાં પરિચય માત્ર એટલા માટે જ આપું છું કે તમે જાતે ધર્મગ્રંથ કે શાસ્ત્ર પાસે જશો તો તે તમને સાચું કહેશે, કોઈને દલાલ ન રાખો સીધા મુખાતિબ થાઓ….! શાસ્ત્રના શબ્દો હજારો વર્ષોથી તમારી રાહ જોઈને બેઠા છે, તે આપોઆપ ખૂલવા લાગશે.

આ સંહિતાનો છઠ્ઠો અધ્યાય તો ઉપનિષદોએ જે પરમતત્વ બતાવ્યું છે, તેને ‘માહેશ્વરી’ તત્વ નામ આપી ને ઘણી વિસ્તૃત ચર્ચા કરી છે. ઉપનિષદો વાંચીને પુરાણો વાંચવા અને પુરાણો વાંચીને ઉપનિષદો વાંચવાની મજા અલગ છે કારણ કે તેમાં તમને વિગતો ખૂલવા માંડે છે અને તમારા મગજનું વિસ્તૃતિકરણ શરૂ થઈ જાય છે. આ અધ્યાયમાં એક શ્લોક પંક્તિ છે કે – ।। ગુહાયાં નિહિતશ્ચાપિ જન્તોરસ્ય મહેશ્વરઃ।। અર્થાત્ એ અવિનાશી મહેશ્વર આ જીવની હૃદયગુફામાં નિવાસ કરે છે. આ જ વાક્યને સરખાવો… મુંડકોપનિષદના દ્વિતીય મુંડકના દશમાં શ્લોક સાથે – ।। એતદ્યો વેદ નિહિતં ગુહાયાં…।। અર્થાત્ એ હૃદ્યરૂપી ગુફામાં રહેનાર ને (પરમતત્વને) જાણ….
આ સંહિતામાં બારમાં અધ્યાય પછી શિવજીના આધ્યાત્મિક અવતારું વર્ણન છે રુદ્રગણોની વાત આવે છે, જે હંમેશા અમર રહે છે, તેથી કંટાળી બ્રહ્માજી શિવજીને પ્રાર્થના કરે છે, તેથી મરણધર્મા જીવો ઉત્પન્ન થાય છે. અર્ધનારીશ્વર, શક્તિ સ્વરૂપ, અગ્નિષોમાત્મક રૂપે શિવ અને શક્તિનું કથન કરી લોકોને અધ્યાત્મિક માર્ગે વાળવાની વાત કરી છે. શિવ અને શક્તિનું વાણી અને અર્થ રૂપે પણ વર્ણન કરવામાં આવ્યું છે. આમ વાયુ દેવ 32 અધ્યાય સુધી વિવિધ સ્વરૂપોને આત્મિક વિદ્યા સાથે જોડીને બતાવે છે. શિવસ્વરૂપોનું સાચું તત્વજ્ઞાન વાયુદેવ રજૂ કરે છે.

જેમણે શાર્પ માઈન્ડ બનાવવું હોય તેના માટે 32માં અધ્યાયમાં સરસ વાત રજૂ કરી છે, એક ‘પાશુપત યોગ’ નામે જીવનક્રિયા બતાવી છે. તે કહે છે કે ચર્યા, વિદ્યા, ક્રિયા અને યોગ આટલું જો વ્યવસ્થિત કરવામાં આવે તો જ્ઞાન તેજવંત બને છે અર્થાત મગજ સારું ચાલે છે. આ ચારેચારને સુધારવા અને ચારેચાર બાબતોનું યોગ્ય નિયમન કરવાની વિશેષ વિગત આમાં લખી છે.

34 તથા 35માં અધ્યાયમાં ઉપમન્યુની વાત આવે છે અને વાયવીય સંહિતાનો પ્રથમભાગ પૂર્ણ થાય છે અને બીજો ભાગ એટલે કે વાયવીય સંહિતાનો ઉત્તરખંડનો પ્રારંભ થાય છે. અહીં પણ ઉપમન્યુ કથા શરૂ રહે છે. તે બે અધ્યાય સુધી શરૂ રહે છે.

રુદ્ર અને કૈલાસ સંહિતામાં આવેલી શિવજીની વિભૂતીઓનું વિવેચન એ સમયના ઋષિઓએ કરેલું હશે જે વાયવીય સંહિતામાં મૂકી દીધું છે જેથી આ પુરાણ થોડું વિસ્તૃત બન્યું છે. તેની ચર્ચા અહીં આવે છે. અધ્યાય પાંચથી લઈને અધ્યાય 41 સુધી શિવજીનું ‘કોમર્સીય કર્મકાંડ’નું વર્ણન છે. આખરે છેલ્લું શરણ લઈ લે છે કે ભક્તિ તે જ શ્રેષ્ઠ છે.

આ બતાવે છે કે વૈચારિક રીતે માણસની ઉત્ક્રાંતિ નથી થઈ અધોગતિ થઈ છે. બીજી સંહિતામાં વૈશ્વિકચેતનાના પાયા શોધવામાં વ્યસ્ત માનવ આખરે પોતાની આકાંક્ષાઓને પૂરી કરવા કર્મકાંડમાં સરી પડે છે. બ્રહ્માંડથી કર્મકાંડ સુધીની ગતિ એ માનવીયચેતનાની ઉર્ધ્વગતિ નથી અધોગતિ છે. અહીં મને અને તમને બધાને જવાબ મળે છે કે શા માટે આપણે આપણા ‘ભવ્યભૂતકાળ’ પર ગર્વ લેવું ન જોઈએ? મારો જવાબ છે કે જ્યાં સુધી આપણે આપણા ભવ્યતમ વર્તમાનનું નિર્માણ ન કરી શકીએ ત્યાં સુધી આપણે ક્યારેય ભવ્યભૂતકાળ વિશે ખોખલું ગર્વ ન લેવું જોઈએ, કારણ કે તે ખોખલું ગર્વ તમારા આત્માને પણ ખોખલો કરી મૂકે છે અને જો ભવ્યવર્તમાન બનાવવા માટે કટિબદ્ધ છો તો તમારો આત્મા તમને સહકાર આપશે કારણ કે વિશ્વની શક્તિ પણ માયકાંગલા વિચારોની સાથે નથી હોતી, સીધી વાત છે ‘શક્તિ’ હંમેશા શક્તિને જ ઈચ્છે છે!

આ સાથે જ આપણે ગીતાપ્રેસ, ગોરખપુર દ્વારા સંપાદિત ‘શિવપુરાણ’ની સાત સંહિતા સહિત 812 પાનાની ‘મહાનવલ’નું વિહંગાવલોકન પૂર્ણ કર્યું. બિલ્વપત્રની જેમ આ પુસ્તકપત્રકમ્ માંથી હું જે સમજ્યો અને મને જે લાગ્યું તે શિવજીના શરણે…, શિવજી સર્વનું કલ્યાણ કરે.।।

હવે જાણશો આગળ આવા જ કોઈ પુસ્તક વિશે….

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s