કેન-ઉપનિષદ

kenopanishadઆપણને તો બોર્ડની એક્ઝામમાં પાટીયાને પેમ્પલેટમાં નામ છપાવવા છે…, પેપરીયા પોપટ બનાવવા છે… એટલે પછી તે શિષ્ય વિદેશમાં ભણે છે અને કમાય છે કારણ કે ત્યાં તેના પ્રશ્નના જવાબનું વાતાવરણ છે, સીધો જવાબ નથી.

‘ઉપનિષદ’ के संग…

।। ચોથું પુસ્તક પત્રમ્ ।।
શ્રાવણ વદ નોમ, વિ.સં.- 2070
તા. 18/8/2014

પુસ્તક —- કેન ઉપનિષદ

મનથી આપણે ક્યાંના ક્યાં પહોંચી જઈ છીએ નહીં! પણ આ મનને મોકલતું કોણ હશે? બસ આ જ પ્રશ્નથી શરૂ થાય છે ‘કેનોપનિષદ’ની યાત્રા….

કેનોપનિષદ બ્રાહ્મણક ગ્રંથ છે. અહીં તત્વની ચર્ચા, ગુરુ શિષ્ય સંવાદમાં કરવામાં આવી છે. પણ ખૂબ સુંદર પ્રશ્નો રચાય છે બાલીશ પ્રશ્નોના વિદ્વત્તાપૂર્ણ જવાબો છે. એક નાનું બાળક તમારી પાસે ઘણીવાર એવું પૂછતું હશે કે આ કેમ છે? આ આવું કેમ છે? કોણ લઈ આવ્યું? આપણે ક્યાં જઈએ છીએ? કેમાં જઈએ છીએ? વગેરે… આ કેનોપનિષદનો શિષ્ય પોતાની સાધના શરૂ કરે તે પહેલા ગુરુ પાસે બાળક બનીને પોતાના મનની નાનામાંનાની મૂંઝવણ પર પૂછી નાખે છે.

પ્રથમ શ્લોકમાં જ પૂછે છેકે – આપણું મન કોનાથી પ્રેરાયેલું છે, પ્રાણ કોનાથી યુક્ત છે, બોલાય છે તે કોના દ્વારા બોલાય છે અને સાંભળું છું તો તે સાંભળનાર છે કોણ?

જવાબ પણ સરસ મળે છે, ગુરુ કહે છે કે – મન ખરેખર ક્યાંય ફરતું નથી, જેનાથી મન ફરે છે, વાણીથી બોલાતું નથી, જેનાથી વાણી બોલાય છે, કાન સાંભળતા નથી જેનાથી કાન સાંભળે છે… તે સ્થાન ઈન્દ્રીયોથી પર છે. એ તત્વ પ્રાણમાં યુક્ત છે, મનને પ્રેરે છે, સાંભળવાની, બોલવાની શક્તિ જે તત્વ દ્વારા મળે છે તે તત્વ છે પણ તે ઈન્દ્રીયોથી પામી શકા તેમ નથી.

શિષ્યને આવી વાતો કરીને ગુરુ તે તત્વની ઉપાસના માટે તૈયાર કરે છે, જુઓ, ગુરુ સીધું તત્વ નથી બતાવી દેતો પણ તત્વ પાસે જવાનું વાતાવરણ રચી આપે છે. આજની શિક્ષણ પદ્ધતિએ ધડો લેવા જેવો છે કે ભણવાનું વાતાવરણ સર્જી દો… આપોઆપ ક્લાસમાં તમારો વિષય ભણતો હશે…! પણ આપણને તો બોર્ડની એક્ઝામમાં પાટીયાને પેમ્પલેટમાં નામ છપાવવા છે…, પેપરીયા પોપટ બનાવવા છે… એટલે પછી તે શિષ્ય વિદેશમાં ભણે છે અને કમાય છે કારણ કે ત્યાં તેના પ્રશ્નના જવાબનું વાતાવરણ છે, સીધો જવાબ નથી.

કેનોપનિષદમાં બ્રહ્મ માટે સરસ શબ્દ વપરાયો છે ‘તદ્વન’ આ શબ્દની ટીપ્પણી ગીતાપ્રેસનું સંસ્કરણ જ આપે છે કે પ્રાણી માત્રના પ્રાણ પ્રિય હોય તે આનંદઘન પરમાત્મા.

બીજા ખંડમાં ગુરુ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાની કક્ષાએ લઈ જાય છે. જ્ઞાનનું સ્વરૂપ ભારતીય માનસ પ્રમાણે પ્રથમવાર અહીં સ્પષ્ટ થાય છે કે –

आत्मा विन्दते वीर्यं विद्या विन्दते अमृतम् (2.4)

આર્થાત્ આત્મ તત્વને જાણવું તે જ સાચા અમૃત જેવી વિદ્યા એટલે કે જ્ઞાન છે.
ઉપનિષયનો ઋષિ જ્ઞાનને અમૃત સાથે સરખાવે છે.

ત્રીજા ખંડમાં ઈન્દ્રીયોની શક્તિ જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય નથી તેનું ઉદાહરણ આપે છે કે એક વાર દેવતાઓએ વિજય પ્રાપ્ત કર્યો અને દેવતાઓ અભિમાની થયા ત્યારે પરમાત્માએ યક્ષનું રૂપ લીધું. તેની સામે અગ્નિ પોતાની બાળવાની શક્તિ બતાવે છે, વાયુ ફેંકવાની શક્તિ બતાવે છે તે નિષ્ક્રીય થાય છે તેથી ઈન્દ્ર ઓળખી જાય છે કે આ બ્રહ્મ છે અને સ્તુતિ કરે છે. ‘ઈન્દ્ર’ એટલે અહીં ઈન્દ્રીયોમાં રહેલો. આપણા કાન, મુખ, આંખ… વગેરે ઈન્દ્રીયો આપણામાં રહેલા દેવતા છે…, આથી આપણે કહીએ છીએ કે દાદાના કાનના દેવતા ઉઠી ગ્યા.. આ દેવતાઓને પહેલીથી સમજાવી અને ઈન્દ્ર સાથે એટલે મન સાથે તે બ્રહ્મ પાસે જવું પડે છે.

જુઓ, શિક્ષણનો બીજો સિદ્ધાંત પહેલા ભણવાનું વાતાવરણ રચો તેના પ્રશ્નનો ઉકેલ ઉદાહરણ દ્વારા અને પ્રતિકો દ્વારા અને એ પણ તેની દુનિયાની આસપાસના ઉદાહરણ દ્વારા ઉકેલ તરફ લઈ જાઓ.

ચોથા ખંડમાં પરમતત્વનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે કે – તે પરબ્રહ્મ પ્રાણી માત્રના પ્રિય છે. તે બધાને ચાહે છે અને બધા તેને ઈચ્છે છે…, આવું વિચારીને તેની ઉપાસના કરવી જોઈએ. (શ્લો.4.6)

શિક્ષણનો ત્રીજો સિદ્ધાંત, તેને વાતાવરણ રચી આપ્યું, ઉદાહરણ આપી તેની સહાયતા કરી હવે તેને સમજ કેળવવાની રીત પણ સમજાવી દો. કઈ રીતે એ પ્રશ્નના, દાખલાના કે શબ્દના અર્થ શોધવાના કે વિજ્ઞાન પ્રયોગ કરવાના રસ્તે જાવું તેની પદ્ધતિ છેલ્લે શીખવી છે. પહેલા તેને અવલોકન કરવા દીધું તેમાંથી પ્રશ્નો થયા, તેમાંથી શિષ્ય સજાગ બન્યો, તેમાં સમજુતી ભળી ઉદાહરણ દ્વારા અને આખરે તેને પદ્ધતિ આપી કે આનું આમ કરવું જોઈએ…

કેનોપનિષદ વિશ્વની તમામ વિદ્યાને પ્રાપ્ત કરવાના પ્રાથમિક પગથિયા આપે છે. આખરી અને ઉચ્ચતમ વિદ્યા છે આત્માને જાણવું. બધા વિજ્ઞાનો ત્યાં આવીને અટકી જાય છે તેથી આપણા ઋષીઓને થયું કે શા માટે જેનો ઉકેલ મળી શકે તેમ છે તેની શોધ કરવી એના કરતાં મહાનતમ શોધ પાછળ બધાને લગાડીએ કોકને તો મળશે. અને એમ આત્મતત્વની વિદ્યાની શરૂઆત થઈ અને તેને અધ્યાત્મ નામ મળી ગયું, આજે જેને તત્વજ્ઞાન કહીએ છીએ તેના મૂળ અહીં ક્યાંક છે.

આવીજ રીતે આગળ કઠોપનિષદ વિશે જોઈશું….

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s