ચહેરા પર ચમક લાવી શક્યા છો ખરા?

 ઘાસ લાગે તેવી પ્લાસ્ટિકની કાર્પેટ અને તેના પર પાંચ – છ ખુરશીઓ રાખેલી. અમે અમદાવાદની બપોરે ત્યાં બેઠા. સામે રમેશ તન્ના અને અનિતા તન્ના તથા આલાપ તન્નાનું રા પબ્લિકેશન હાઉસની ઓફિસ. પ્રવેશતા જ સામે ગણપતિની મૂર્તિ સાથે ગાંધીજીનો ફોટો રાખેલો. 


ગ ગણપતિનો ગ બોલનારી આપણી પ્રજાને ક્યારેક ગ ગાંધીજીના ગ થી પણ અવગત કરવા જોઈએ એવો વિચાર મને આવ્યો...


રમેશ તન્ના સાહેબને ઘણાં વખતથી મળવાની ઈચ્છા હતી. ઘણાં અમદાવાદી બની બેઠેલા ‘સેલિબ્રિટી’ જેવા નહીં... કે નવરા ધૂપ હોય તો પણ કહે કે હું મોડેથી મળી શકું અત્યારે થોડો બીઝી છું... ના. એમણે સીધો અને સટ સમય આપ્યો અને મળવાનો ઉત્સાહ બતાવ્યો હતો, તેનાથી વધુ તો મહેમાનગતીમાં ઉત્સાહ બતાવ્યો.
માત્ર એ આભારવશતાને કારણે કે ઝંખાઈ ગયા તેની પ્રતિભાને કારણે એ માટે નહીં પરંતુ એમને ભેટ આપેલા બે પુસ્તકો... 1 – ગુજરાત કનેક્શન (સામયિક) અને 2 – મારી માવલડી વીશે વાત કરવી છે અને એ નિમિત્તે તેમની સાથે થયેલી વાતચિતોના અંશમાંથી મળતી પત્રકારત્વની પોઝિટીવ વિભાવનાની કેટલીક ઝલક મેળવવી છે.

IMG_20160506_073805.jpg
સૌ પ્રથમ વાત 1 – ગુજરાત કનેક્શન કે જે તેમના તંત્રીપદે પ્રગટ થતું સામયિક છે. 


એન.આર.જી.નું આ સામયિક પણ આપણને પણ આકર્ષે તેવું છે. ઘણી બધી બાબતે....મારા હાથમાં ફેબ્રુઆરીનો અંક છે. જેમાં ઘણાં સુંદર આર્ટિકલ્સ છે..... 


- ધર્મના ઉજાસમાં ઝળહળતો વિજય – એ લેખ માંથી આપણને  વિજય ભાઈની સંઘર્ષયાત્રા અને પૈસાને ઉડાવી શકાય અને ઉપયોગી પણ બનાવી શકાય એ પરથી પરિવારની ઉન્નતિ અને અવનતિ નક્કી થાય છે જેમાં શ્રેયનો માર્ગ વિજયભાઈએ પસંદ કરી ઘણાં સમાજ સેવાના કાર્યો કર્યા તે જાણવા મળે છે. 


- સફાઈકર્મી વિલાસબહેન, દક્ષાબહેન યાજ્ઞિક, કપિલા બહેન રાવલ, વિશાલ શેઠ, વિશેના લેખો આપણને આપણી આસપાસ નાના નાના કામ કરનાર પ્રત્યે આદરની લાગણી જન્માવવા પ્રેરે છે. માણસને માણસ બનીને એક પગ બીજા પગને છળ્યા વગર એક હાથ બીજા હાથને કેમ મદદરૂપ થાય તે સમજાવવા પ્રેરતા લેખો છે. પત્રકારત્વમાં  ‘ઈમ્પેક્ટ’નું ખૂબ મહત્વ હોય છે ત્યારે રમેશભાઈ અમારી સાથે આઈસ્ક્રિમ આરોગતા આરોગતા વાત કરે છે કે પત્રકારત્વનું સાચું ઈમ્પેક્ટ એ છે કે કોઈ એક વ્યક્તિના સામાન્ય જીવનમાં તમે કશો નવો ફેરફાર કે તેના ચહેરા પર ચમક લાવી શક્યા છો ખરા? આ છે હકારાત્મક પત્રકારત્વ. 


- કચ્છમાં અનોખી રીતે ઉજવાઈ રહેલી દર્શકની જન્મ શતાબ્દીનો અહેવાલ પણ ખૂબ પ્રેરણાત્મક છે. એ માટે કે સામાન્ય રીતે સરકાર પ્રાથમિક શાળાને અનેક પરિપત્રો મોકલીને ચૂંથી રહી છે જ્યારે કોલેજ કક્ષાએ તો આપણે કશું કામ કર્યું જ નથી. એ પણ વ્યક્તિના જીવનનો ટર્નિંગ પોંઈન્ટ હોય છે. ત્યારે ત્યાં પણ ઈનોવેશન અને નવિનિકરણની જરૂર છે. આવું ઈનોવેશ કચ્છની કોલેજમાં થયું અને કોલેજીયન્સ વાંચન તરફ વળ્યાં. પોતાની વાત રજૂ કરતાં થયાં, આ બહુ મોટી ઉપલબ્ધી હોય છે. યુવાનોને બોલતા કરવા અને યોગ્ય દિશામાં વાંચનયુક્ત બોલતા કરવા, તે દેશના આવનારા રાજકારણની જરૂરીયાત છે, નહીં તો આપણને અંગૂઠા છાપ નેતાઓ મળતા જ રહેશે તો એવું થશે કે પહેલા ગટર થાય પછી રોડ બને પછી સરકારને ખ્યાલ આવે કે હવે ગટર પહોળી કરવી પડશે એટલે વળી બનેલો રોડ તોડે અને ગટર પહોળી કરીને કારીગરો ચાલ્યા જાય પછી ભલે પ્રજા ઊંડા ખાડામાં પડે... એટલે યુવાનોને વાંચનથી વિશદ્દ બનાવીને વાણીસ્વાતંત્ર્યનો ઉપયોગ કરી પોતાની વાત મૂકી શકે તે કોલેજ કક્ષાએ ખૂબ જરૂરી છે. આ થયું છે તે માટે કે વિચાર આપનાર સંસ્થાને ધન્યવાદ.


આખું સામયિક અહીં ઉતારતો નથી પણ વાંચવા અને વાંચીને વિચારતા કરી મૂકે એવા સમાચાર સામયિકો ગુજરાતમાં આંગળીઓ પણ વધી પડે એટલા જ છે ત્યારે ગુજરાત કનેક્શન પોતાનો આ સ્વ-ભાવ સ્વ-સ્થાન જાળવી રાખે તેવી અભિલાશા. 

IMG_20160506_073850.jpg

હવે - 2 – મારી માવલડી વીશે વાત કરવી છે...


એન.આર.જી. ભાઈઓ-બહેનોએ માતૃવંદના કરેલી બુક છે. રમેશભાઈ આ બુકનો પરિચય આપતા અમને કહે છે કે આ કૉફીટેબલ બુક નથી પરંતુ  ‘ધાવણ બુક’ છે.


ધંધા – અભ્યાસ માટે ચાલ્યા ગયેલા વ્યક્તિઓ પાસે પોતાની માતાની વાત કહાવડાવીને તેમણે એક અનોખું પગલું ભર્યું છે. 

હું મારા પુસ્તક ‘સેલિબ્રિટી સાથે સંવાદ’ જે એક સમયે દિવ્યભાસ્કર.કોમમાં શ્રેણી તરીકે આવતી તે માટે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબનું ઈન્ટરવ્યુ લેવા ગયેલો. ત્યારે તેમણે મને પૂછેલું કે મારું ઈન્ટરવ્યુ શા માટે લો છો? મારાથી પણ વધુ સંઘર્ષતો સામાન્ય લોકો કરે છે... પણ ઉપેન્દ્ર ત્રિવેદી બ્રાન્ડ છે એટલે એના શબ્દનો વજન પડશે એટલે તમે લો છો.... ત્યારે મને વિચાર ઝબકેલો કે સાચી વાત છે સામાન્ય વ્યક્તિ કે વ્યાવસાયિકોને પણ પોતાના સંઘર્ષ વિશે બોલવું છે, કહેવું છે....એની પાસે પણ એની કહાણી છે... એવું પ્લેટફોર્મ આપવું જોઈએ... એમાં હું તો ટૂંકો પડ્યો આ પ્રસ્તાવ પણ મૂકેલો પણ આગળ પાસ જ ન થયો..... આજે આ બુક જોઈને પહેલી વાત મને એ ગમી કે સંઘર્ષ કરીને વિદેશ ચાલી ગયેલા લોકો હજું પણ અહીં જોડાયેલા છે...તેની ભાષા અને મા ના કારણે....!! તે લોકોએ પોતાની કોઈ બળકટ સાહિત્યિક શૈલી વગર સહજપણે જે વાતો મૂકી છે તેની પણ મજા છે....


અમી જાની, અશોક પટેલ, જય ગજ્જર, ધૃતિકા સંજીવ, પાર્થ નાણાવટી, પ્રાર્થના જ્હા, રણધીર ચૌધરી, પિન્કી દલાલ, મધુ રાય, હરનિશ જાની, વિપુલ જાની, અનિતાબેન અને રમેશભાઈ આમ તો સર્વેના પણ આટલાના લેખોમાં કંઈક એવું તત્વ છે જે આપણને હલાવી મૂકે છે... જેમ કે પિન્કી દલાલના લેખમાં એક વાર્તાની જેમ આપણે પસાર થઈએ છીએ... તો વળી મધુ રાયનો લેખ જાણે છઠ્ઠા સાતમાં ધોરણનો વિદ્યાર્થી ગુજરાતી વિષયના પેપરમાં મા વિશે નિબંધ લખાતો હોય તેવી  ‘બાની’માં લખાયેલો લેખ તમને હસાવતો જાય અને વિતક કથા કહેતો જાય તેવો લેખ. તો વળી અનિતાબેન અને રમેશભાઈની તો લેખની માંડણી જ નોખી અનોખી છે... કેટલાકના લેખોમાં એમની પોતાની કે માતા-પિતાની લવસ્ટોરી સ્થાન પામી છે... એ પણ સંઘર્ષ સાથે વાર્તારસ ઉભો કરે છે... એક સાથે કેટલીબધી જીવતી વાર્તાઓને તમે આ પુસ્તકમાં મળો છો...


કાઠીયાવાડી આગ્રહ કરીને રમેશભાઈએ આઈસ્ક્રિમ ખવડાવેલું અને અમદાવાદી બપોરે ટાઢા ’થ્યા ’તા… એમ આ બન્ને પુસ્તક પણ આપણને વૈચારિક રીતે ટાઢા કરે છે... કંઈક વિચારતા કરે છે... કંઈક કરવા પ્રેરે છે... તેમનો સ્નેહાળ સ્વભાવ અને શું કરવું કઈ રીતે રસ્તો નીકાળવો તે બધી વાત તેમણે એટલી જ ટાઢકથી કરી... આ પુસ્તકોની લાહણીનો આ એક કાલોઘેલો પ્રતિભાવ આપું છું....

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s