નવજીવનના 'અક્ષરદેહ' આંખોથી અડવા જેવો!
ગાંધીજી....

April issue of akshardeh…
ગાંધીજી....?!!! હા. ગાંધીવિચારને વરેલું કોઈ સામયિક બહારપડે એ જ તો એક આશ્ચર્ય છે. પણ હું છેક નાનપણથી ગાંધીવિચાર સાથે કેળવાયેલો છું... મારા પિતાજી તેમના વિચારો સાથે મહદંશે જોડાયેલા...ખાસ કરીને કેળવણીના વિચારો... સત્યના પ્રયોગો... મેં છઠ્ઠા ધોરણમાં બે વખત અને સાતમાં અને આઠમાં ધોરણમાં એક એકવાર વાંચેલી... ખૂબ પ્રભાવિત હતો... (સ્પષ્ટતા કરી દઉં કે ગાંધીવિચાર એટલે રાષ્ટ્રવિચાર – મારી વિભાવના આવી છે.) જેમ સમજણો થયો તેમ કાકાસાહેબનો -- લુચ્ચો વરસાદ – પાઠ આવતો ત્યારથી એ ગમેલા... પછી દર્શક, વિનોબા, સરદાર, સૌ ગાંધીવિચારકો (આ ગાંધીવાદીઓ નથી... કારણ કે ગાંધી વાદ-વિવાદનો વ્યક્તિ ન હતો... એ એક જાગૃતવિચારની મૂર્તિ હતી...) –અડધી સદીની વાચનયાત્રા- પછી વધુ ગાંધીવિચારોને યોગ્ય માનવા લાગ્યો... આખરે મિલાપની સિરિઝ આવી... અને એ સિરિઝ પૂરી કર્યા પછી તો મને થયું જ થયું કે ગાંધીજી એ વ્યક્તિ નહીં જાગૃતચેતના હતી... નવજીવન અને વિદ્યાપીઠ પ્રત્યે હું એમ આકર્ષાયેલો રહેલો...
ગૂજરાત વિદ્યાપીઠ....
ગૂજરાત વિદ્યાપીઠમાં ભણવું એ મારું સ્વપ્ન હતું.... માત્ર કાકાસાહેબ અને સ્વામી આનંદના લેખો વાંચીને આકર્ષિત થયેલો પણ ભણવા તો ન મળ્યું પણ ઉષા ઉપાધ્યાય જેવો નાતો મળ્યો કે હું ગુજરાત વિદ્યાપીઠની અવારનાવાર મુલાકાત લઉં છું. એક અલગ જ અનુભૂતિ થાય છે... આજે પણ જો ગાંધીવિચારના 10 ટકા વિચાર સાથે પણ વિદ્યાપીઠ કેળવણી આપતી રહેશે તો ટકશે નહીં તો તેનું પણ સ્ખલન નક્કી છે.... .
નવજીવન.....
નવજીવનમાં હું સામાન્ય રીતે ઘણીવાર જતો. ખ્યાલ ન હતો કે ત્યાં વિવેક દેસાઈ એમના મેનેજિંગ ટ્રસ્ટી છે તેથી મારા સમય પ્રમાણે ત્યાં ઘણું નહોતો જોઈ શકતો કે તે સંસ્થાને બરોબર નહોતો સમજી શકતો. ફેસબુક પર જ મળેલો અને કોઈપણ આગોતરા પ્લાનિંગ વગર 10 વાગ્યાથી ત્યાં રાહજોવાનું શરુ કર્યું એટલે એ મને મળ્યા 10.45ના. આછડતા એક-બે શબ્દ સામે બોલ્યા સિવાય એમણે માત્ર મને સાંભળ્યા કર્યું. મને સંસ્થાનો પૂર્ણ પરિચય અને ખાસ કરીને કર્મકાફેના નીતિ-નિયમ અને કેવી રીતે ચાલે છે... તેવા થોડાં પ્રશ્નો સાથે... હું ગયેલો તેનો શાંતિપૂર્ણ જવાબ મળ્યો... બી..નચિકેતામાં થઈ શકે તેટલો સહયોગ આપવાની હૈયાધારણા આપી તે બધા માટે તેમનો આભાર માન્યો...

Karm cafe
નવજીવન અને વિદ્યાપીઠના પૂસ્તકવેંચાણ કેન્દ્રની મૂલાકાત લીધી તેમાંથી 60 ટકા ઉપરાંતના પુસ્તકો એવા છે કે પ્રાથમિક લેવલે જ એ પુસ્તકો બાળકોના માનસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ.... ગુજરત શિક્ષણ વિભાગે થોથાના થોથા મોડ્યૂલ્સ બહાર પાડ્યા છે તેના કરતા જો અહીં જે એ સમયના કેળવણીકારો કે જેમણે ખરેખર ફ્લોર પર કામ કર્યું છે તેનું એક એક પુસ્તક પ્રાથમિક શિક્ષકોના હૈયા સુધી (રિપિટ....હૈયા સુધી) પહોંચાડવાનો પ્રયત્ન માત્ર કર્યો હોત તો પણ મોડ્યૂલ્સ કરતા ઘણાં ઓછા ખર્ચમાં યોગ્ય પરિણામ સુધી પહોંચી શકાત... ઈતિહાસ, ભૂગોળ, માનસશાસ્ત્ર, બાળકેળવણી, ભૂમિતિ, ગુજરાતીભાષા, કઈ રીતે કેમ ભણવાય અને તેના માટે કેવી રીતો કેવી સમસ્યામાં એ લોકોએ અપનાવી તેના પુસ્તકો અહીં છે... આર્થિક મર્યાદાના કારણે ઓછા પુસ્તકો ખરિદી શક્યો પરંતુ દરેક ધક્કે થોડાં થોડાં થોથાંમાંથી અત્યારે આવા 50 ટકા ઉપરાંતના પુસ્તકો તો મેં વસાવી લીધા છે વાંચી લીધા છે અને એટલે જ બોલી રહ્યો છું.
મારે તો ‘અક્ષરદેહ’ નવજીવનનું સામયિક છે તેમાં વાંચેલા એક લેખ વિશે વાત કરવી છે....
અક્ષર દેહ....

Akshardeh team
આ એક એવું સામયિક છે જે ખરેખર ગુજરાતની દરેક પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ-શાળા સુધી પહોંચવું જોઈએ... મારે એની જાહેરાત કે વખાણ નથી કરવા..અને અમસ્તા પણ એક ઝાકળ દરિયા વિશે શું કહી શકે?! આ સાહિત્ય એવું છે કે તેમાં લખનારા ગ્રાઉન્ડફ્લોર પર કામ કરનારા વ્યક્તિઓ હતા.... ક્લાસ1...ક્લાસ2 કે સફેદ ખાદી-ઝબ્બામાં એ.સી. ઓફિસોમાં બેસીને શિક્ષણના સોદા કરનારા લોકો ન હતા... મને એવા જ સાહિત્યકારો ગમ્યા છે જેમનું જીવન અને કવન એક હોય...નહીં તો હું મારા જીવનમાં એવા ઘણાં સાહિત્યકારો ને વ્યક્તિઓને મળ્યો છું અને એને બોલાવવાના પણ છોડી દીધા છે તો આ કારણે કે તેનું કથન અને જીવન અલગ હોય....
એક લેખ છે નવજીવનના અક્ષરદેહના એપ્રિલના અંકમાં – નઈ તાલીમના અગ્ર યાત્રી... લેખ લખ્યો છે યશવંતભાઈ ત્રિવેદીએ... લેખ છે અનિલભાઈ ભટ્ટ વિશે.... ખરેખર તો આ લેખ અનિલભાઈએ આંબલામાં શિક્ષણક્ષેત્રે જે વિભાવના પોતાના કર્મથી બદલી તેનો વિશિષ્ટ ઉલ્લેખ કરતું પુસ્તક હૃદ્દયકોષે અનિલભાઈ- પ્રકાશિત થયું છે તેમાંથી એક લેખ અહીં ઉદાહરણ રૂપ મૂકવામાં આવ્યો છે... એક શિક્ષક કે જે બાળકોને સમાજવિદ્યામાં આવતા ભારતના વિવિધ પ્રદેશની સંસ્કૃતિ એ પાઠ સમજાવવા માટે વિવિધ પ્રદેશમાંથી વ્યક્તિઓને બોલાવે અથવા બાળકો પાસે વેશ કઢાવે અને એનો મેળો ભરાય પાંચ કલાક બીજા બાળકો એમાં ફરે.... લાઈવ ડેમોસ્ટ્રેશન... ક્યાં છે આવી નિસ્બત.... આજે તો ટેક્નોલોજી યુગ છે... એફબીથી કોઈપણ પ્રદેશના વ્યક્તિ સાથે જોડાઈ શકાય...ત્યાંથી તેના પ્રદેશના નૃત્યો અને તહેવારોનું લાઈવ ફિલ્માંકન મંગાવી શકાય અથવા તો યુડ્યુબ પર ક્યાં નથી અવેલેબલ! બસ આવી આપણી આંખો ખોલનારી કેટલીય વાતો આ સામયિકમાં છે.
ગાંધીયુગનું સાહિત્ય....
આપણા વિદ્વાન વિવેચક્સોએ ગાંધીયુગને ખૂબ વખોડ્યો છે સાહિત્યપરંપરાની દૃષ્ટિએ.... પણ હું જેમ જેમ શિક્ષણમાં ઊંડો ઉતરું છું અને ગાંધીવિચારનું સાહિત્ય વાંચું છું તો લાગે છે કે મોર્ડનીટી લાવવાની જરૂર હતી પણ સાહિત્યમાં ગાંધીની લીધીને ભૂંસીને નહીં... ગાંધીવિચારની લીટીને અકબંધ રાખીને તેની લગોલગ જોડાઈને આધુનિક સાહિત્યનો આવિષ્કાર કરવાની જરૂર હતી... થયું એવું કે એવું ન થયું માટે જેવો ગાંધીવિચાર પ્રેક્ટિકલ નથીના બણગા ફૂકાવીને પોલિટિકલી આપણે ગાંધીવિચારથી દૂર જતા ગયા... પરીણામ એ આવ્યું કે છીછરા પત્રકારત્વ અને ગદગદીયા કરે તેવા સાહિત્યમાં આપણે પ્રથમ પગ મૂક્યો એની સામેપાર થોડું આધુનિક સાહિત્ય સારું હતું પણ વચ્ચેનું ખાબોચીયું આમ જનતાને માયાના પડદાની જેમ બાંધી રાખ્યું... અને એની આડાશે આપણે જબરું નુક્સાન કરી દીધું. ગુજરાતી માધ્યમથી વાલીઓ દૂર ભાગે છે અને અંગ્રેજી માધ્યમ અપનાવે છે તેના પાયામાં કેટલાક આવા કારણો પણ જવાબદાર છે...
હવે... મહેન્દ્ર મેઘાણી(લોકમિલાપ), જયંત મેઘાણી(પ્રસાર), નવજીવનટ્રસ્ટ, લોકભારતી... જેવા બે પાંચ દીવડા રહ્યા છે જે ગાંધીવિચારનું રસપાન કરાવતી બુક્સ બહાર પાડે છે... નહીં તો ગાંધીના ફોટાગ્રાફવાળી નોટો સિવાય આપણને ગાંધીના ઓટોગ્રાફ વાળી નોટોમાં રસ ક્યાં છે?!
ગાંધી વિચાર – પ્રસ્તુત-અપ્રસ્તુતને પેલેપાર
આપણે ત્યાં ઘણી વિચારધારા છે જેમાં મહત્વની વિચારધારા એ કે અમુક ભાગ એમ માને છે કે ગાંધીજીની જેમ અહિંસા માર્ગે પ્રાપ્ત થઈ શકે અને અમુકભાગ એમ માને છે કે ભગતસિંહની જેમ સંઘર્ષ કરીને પ્રાપ્ત કરો. બેઝિકલી જો બન્ને માર્ગના મહાનવ્યક્તિત્વો ગાંધી અને ભગતને નિરાંતે વાંચશો તો ખ્યાલ આવશે કે બન્ને એક જ વાત કહેતા હતા... માત્ર કહેવાની રીત અલગ હતી... ભગતનો માર્ગ હિંસક ન હતો... હું એ માર્ગને સંઘર્ષ વાળો માર્ગ કહું છું... જેમાં બધું છોડવાનું છે... ભગતસિંહ બોર્ડરફિલ્મના સુનિલ શેટ્ટીની જેમ જંગ જીતવા માંગે છે કે – સાહબ, મેં મરજાઉંગા પર જંગ જીતુંગા. ગાંધીજી બોર્ડરફિલ્મના સન્ની દેઓલની જેમ કહે છે કે જંગ કભી મરકર નહીં જીતી જાતી... જંગજીતી જાતી હૈ અપને હોંશલો સે...
માન્યું કે મર્યાદા બધામાં હોય પણ બેઝિકલી વિચાર જોશો તો ભગતસિંહના પુસ્તકો વાંચશો તો ખ્યાલ આવશે કે તેમણે પણ અસ્પૃષ્યતા... બિનસાંપ્રદાયિકતા... ભાઈચારો... શિક્ષણ... ખેડૂતો... અરે ખેડૂતો વાંચતા શીખેને જાગૃતબને એ માટે છાપુ લઈને ભગતસિંહ અને તેમના સાથીઓ ખેતરમાં જતાં તેની સાથે ખેતીમાં મદદ કરતા જાય અને રાષ્ટ્રને આઝાદ કરાવવાની વાતો કરતા જાય... ગાંધીજીએ પણ આ જ વાતો કરી છેને... માટલાને પાકા બનાવવા માટે તેને ઠંડા પાડવાની અને ભઠ્ઠીમાં શેકવાની બન્નેની જરૂરત હોય છે અને ભારતને એ બન્ને વિચારણા મળી ગાંધી અને ભગતના રૂપમાં.... બાકી આપણે એમના વિશે વિશ્લેષણ કરનારા કોણ... આપણે જો એઓએ કહેલા અને પાળેલા જીવન-કવનમાંથી પાંચ-દશ ટકા પણ આપણામાં લાવીએ એટલે ભયો ભયો..
બાયધીવે... આટઆટલું વાંચ્યા પછી પણ એક વાત કહીશ... અક્ષરદેહમાંનો ઝ.મે.નો લેખ – ભાષણ કરી ભાગી ન જાઓ! – જરૂર વાંચજો... તોલ્સતોયની જેમ તમને પણ પ્રશ્ન થશે... ત્યારે કરીશું શું... શક્ય હોય તો એ લેખને એક એક રાજકારણી અને હોદ્દેદારોને વ્હોટ્સએપ કરો ફેસબુકમાં ટેગ કરો...
જય હિંદ.... જય ભારત...
ભારત માતા કી જય...