વૃક્ષ… ઉનાળો.. અને આપણે…

વૃક્ષ… ઉનાળો.. અને આપણે…

images (42)

આજે મારા બી.એડ્. સમયના સહઅભ્યાસિક મિત્ર પ્રકાશ ટાંકે એફ.બી. પર વૃક્ષનો ફોટો શેર કર્યો જેની નીચે ઘણીબધી બાઈક્સ અને કાર્સ પડી હતી. વિચાર જાગ્યો… માટે લખું છું… હમણાં મેં ટ્રિપ કરી આબુ વાયા અમદાવાદ… સામાન્ય રીતે આબુ આપણે ઠંડી હવા ખાવાનું સ્થળ તરીકે ઓળખીએ છીએ… હવે જાઈએ તો પ્રશ્ન થાય ખરેખર?!

કારણ કે ત્યાં હવે એ.સી. રૂમ્સ લેવા પડે છે. હવા ઠંડી નહીં ત્યાં પણ ગરમ હવા આવવા લાગે છે. હું આઠેકવર્ષ પહેલા ગયેલો ત્યારે તાપમાન 16 થી 20 વચ્ચે રહેતું હતું, હમણાં ગયો તો 29 થી 34 વચ્ચે રહેવા લાગ્યું. આપણે જેને રૂપકડું નામ આપી દીધું છે ગ્લોબલ વોર્મિંગ ઈફેક્ટ એનો પ્રતાપ સીધો જ જોવા મળે છે.

અમદાવાદમાં 3 થી 8 સુધી થોડી ઠંડી હોય બાકી કાયદેસર એમ લાગે કે ચારે તરફ હોળી પ્રગટાવીને વચ્ચે તમને બેસાડી દીધા છે…!!

શહેરોમાં ઘરેઘરે ફિલ્ટરના પાણીના નામે બંબાઓ પહોંચી જાય છે એટલે એમને પાણીની તંગી ખબર નથી પડતી અને જ્યાં વોંકળામાં ખોબો ભરીને પાણી પી લેતા હતા તેવા ગામડામાં આજે સ્ત્રીઓ કેટલાય કિ.મી. દૂર સુધી પાણી ભરવા જવું પડે છે…

આંખો મીંચીને ઔદ્યોગિક આવાસો પાછળની આપણી દોટે આ કિનારે લાવીને ઉભા રાખી દીધા છે. આજે આપણે ખનિજો માટે બીજા રાષ્ટ્રોના દેવાદારો છીએ… કાલે આપણે અમેરિકાથી પાણી પણ મંગાવું પડે તો નવાઈ નહીં… અને પેટ્રોલપંપની જેમ એના માટે પણ રેશનકાર્ડ લઈને જવું પડે તો એ આશ્ચર્યજનક ઘટના નહીં હોય તેના પણ કારણો છે…

ગંગા…સિંધું… સરસ્વતી… વગેરેની પ્રાર્થના કરનારો અને નદીને માતા કહેનારા દેશમાં માતાને ગંદી કરવા સિવાય કોઈ યોગદાન નથી. પાણીના સ્રોત પાસે પાવરસ્ટેશનો ઉભા કરી દીધા છે જેના કારણે હજારો ગેલન પાણીનો બગાડ થાય છે… વિજળી મેળવવાના બીજા સ્રોત પણ છે પાણી બગાડવાની જરૂર નથી… આંણ્વિક પાણી ફરીથી નદીમાં છોડવાને કારણે પાણીમાં રોગીષ્ટ જંતુઓ વધ્યા છે. મને યાદ છે મારા મોટા બાપુજી 20-25 વર્ષ પહેલા ગંગાનું પાણી લાવેલા એ અમે 8 વર્ષ જેટલું સાચવેલું હમણાં લાવ્યા તો એકાદવર્ષમાં જ જંતુઓ થઈ ગયા…

ઉકેલ… ગ્રામપંચાયતના યુવા સરપંચોએ જાગવું જ પડશે…. જો તમારે તમારી પેઢી માટે લીલીવાડી છોડીને જવી હોય તો…

ગુજરાતના મોટા મોટા મેદાનોમાં લીલા ઝેરી બાવળથી ભરેલા છે. આઠમાં ધોરણના બાળકોને હું વિદાય આપું છું ત્યારે બે વખતથી કહેતો આવું છું કે કોઈ સરપંચ બનો કે ગામના કોઈ ગ્રામપંચાયતના સભ્ય બનો તો પહેલું કામ એ કરજો કે તમારી ટોળકી બનાવી અને ઝેરી બાવળને ધીરેધીરે સાફ કરી અને ત્યાં વૃક્ષો કે જે મોટા વૃક્ષો હોય એવું બનાવજો… એની વચ્ચે નાના ફૂલછોડો વાવજો જેથી કરીને બાળકોને પણ એ નાનકડા વનમાં જવાની મજા આવે અને તેના વારસાને જાળવવાની તાલીમ નાનપણથી જ મળી રહે…

અમે શાળામાં પણ પ્રયત્ન કરીએ છીએ કે એક વૃક્ષ એક બાળક દત્તક લે સવારે એ પોતાના ઝાડને પાણી પાય…ખાતર નાખે… થોડાં સમયમાં જોવા મળ્યું કે તે ઝાડ પ્રત્યે એને લગાવ થયો… એકાદ ડાળી સહેજ કોઈ જોરથી પકડીને વાળે તો પણ ફરિયાદ કરવા આવે અને મને રવિન્દ્રનાથ ઠાકુરનો ‘બલાઈ’ પાઠ યાદ આવે… પ્રાથમિક શાળાના બાળકો તો નાના હોય પણ જે ગામમાં હાઈસ્કૂલ હોય કે કોલેજ હોય તેમણે ગામની ખુલ્લી જગ્યાઓ જ્યાં ઝેરીબાવળ હોય ત્યાં ગ્રામપંચાયતની મદદ લઈને તે કઢાવી નાખી નવા વૃક્ષો વવરાવી ત્યાં દત્તકવૃક્ષ અપાવવાનું અભિયાન છેડવું પડશે…

નાના ગામડાના રાજકારણીઓને ફાયદો એ થશે કે તળનું પાણી વધશે… નવી પેઢી એને ઓળખશે એટલે આગળ મત પણ આપશે… ગામાં બગીચો બનશે… એક વૃક્ષ કેટલાબધા ફાયદા આપે છે…

ગ્રામપંચાયતમાં જ એક સમિતિ બનાવીને તેની દેખભાળ રાખવાના વારા આપી શકાય.

ઉપરના રાજકારણી કે હોદ્દેદારોની મંજૂરીની રાહ જોશો તો વાર લાગશે આવા શુભકાર્યો કરવામાં… કારણ કે એ લોકોને પૈસા બનાવવામાં રસ છે એ લોકોને તળપ્રદેશમાં કંઈ યોગ્ય કાર્યવાહી થાય એમાં રસ નથી.

આપણે ત્યાં પક્ષીઓની વિવિધતા હતી તે વૃક્ષોના નિકંદનને કારણે ખલાસ થઈ… આપણે ત્યાં વનસ્પતિઓની વિવિધતા હતી તે પણ ખલાસ થઈ… પાણી જ્યાં વીસફૂટના સિંચણે મેં ખુદ સિંચેલું છે તે ગામડાઓમાં આજે 150 ફૂટના બોર લગાડવા પડે છે… ઔદ્યોગિક એકમોએ પાણી વાળી લીધું ઝેરી પાણી એમાં ભેળવી દીધું…

પરિણામો આનાથી પણ ખરાબ ભોગવવા આપણે તૈયાર રહેવું પડશે જો આપણે ચેતશું નહીં તો…

વૃક્ષો એક જ વિકલ્પ છે આ બધાનો…

અહીં તો માત્ર મારા નાના અમથા અનુભવો શેર કર્યા છે… ગામના વૃધ્ધોને પૂછશો તો તાપમાનમાં ફેરફારના કારણો એ ખુદ જણાવશે જ…. આ બધા સંકેતો છે… ધરતી રસકસ ગળે છે… તમારે અને મારે તૈયાર રહેવાનું છે એમાં સમર્પિત થવા જો જાગશું નહીં કે જગાડશું નહીં તો…

મારા પિતાજી દરેક શાળામાં એક ફૂલબાગ બનાવતા…દરેક વિદ્યાર્થી આ કાર્યો સાથે સંકળાતો આથી તે ઘરે પણ પ્રયત્ન કરતો… આપણે તાસ અને સમયના ડંકા સાથે બંધાઈ ગયા છીએ તેથી હવે એ બધું શાળામાં શક્ય નથી…

પણ

ગ્રામપંચાયતને કોણ રોકે છે… એ ગામના રાજા છે… તાલુકા લેવલે યુવાન સરપંચોનું અધિવેશન ભરવું જોઈએ… ભલે એ વિપક્ષનો પણ કેમ ન હોય?! આજે એ વિપક્ષમાં છે પણ આવો પ્રકલ્પ એકવાર મૂકશો અને ફાયદો થશે તો ધીરેધીરે તે તમારી પાર્ટીનો થવા લાગશે એ લાભ તો થશે જ થશે પણ ગામને જે લાભ થશે તે અકલ્પનીય હશે… ઝેરી બાવળ કઢાવો એના લાકડાની હરાજી કરો અને એમાંથી જે રૂપીયા આવે તેનાથી ગામમાં એક લાઈબ્રેરી શરુ કરો… આજે પુસ્તકોની લાઈબ્રેરીનો પાયો ગામમાં નાખશો તો કાલે ત્યાં કોઈ એનઆરઆઈ આવીને કોમ્પ્યુટર ગામના વપરાશ માટે નાખી જશે અને એમકરતા કરતા ધીરેધીરે ગામમાં વાઈ-ફાઈ સુધી પહોંચી શકશો…

જયહિંદ… જય ભારત… ભારત માતા કી જય…

Photo c.  Hdwallpaper

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

2 Responses to વૃક્ષ… ઉનાળો.. અને આપણે…

  1. કિશોર બારોટ. says:

    વાહ, સચોટ સત્ય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s