પુરાકલ્પન ગુજરાતી લેખકોને બહુ સદતા નથી

અગ્નિકન્યા

- ધૃવ ભટ્ટ
IMG_20170306_221011

લેખક જાગૃત છે ને તેથી પુસ્તક ખોલતા 
અર્પણના નીચેના ફકરામાં જ કૃષ્ણના વાક્ય 
રૂપે આગોતરી જામીન લઈ લે છે...
(હાહાહાહાહા)
વાક્ય છે...

સહજં કર્મ કૌન્તેય સદોષમપિ ન ત્યજેત।।  
- શ્રી કૃષ્ણ

હે પાર્થ સહજ રીતે કરેલું કામ, જો દોષરૂપ 
હોય તો પણ ત્યાગ ન કરો.

અગ્નિકન્યા રૂપે મહેન્દ્ર ચોટલિયાનું કાવ્ય મૂક્યું 
છે તે મનનીય છે.

કથા સૌ જાણે તેવી જ દ્રૌપદીના જન્મ અને 
તેના જન્મ રૂપે કેટલાયના અવતાર કાર્ય, 
શ્રાપ-અભિશાપ-આશિર્વાદ-વચનો-સંકલ્પો... 
પૂરાં કરવાના પ્રયત્ન રૂપે લખાયેલી મહાભારત 
કથા. દ્રૌપદીની વાત કરતા કરતા ભીષ્મ પર 
આવીને ઢળી જાય છે. 

મહાભાર સિરિયલની જેમ મહત્વના પ્રસંગો 
લઈ ને પૂરી કરાયેલી વાત રસના ઘૂંટડા 
પાનારા 'સર્જક'ને પણ કેવી લલચાવીને 
'લેખક'ની કોટીએ લઈ આવી શકે તેનું આ 
ઉદાહરણ છે. લેખક ધૃવ ભટ્ટ સફળ જાય છે 
આ કથામાં પણ સર્જક ધૃવ ભટ્ટ કશે દેખાતા 
નથી. મતલબ મહાભારત જાણનારા વ્યક્તિને 
આકર્ષી ન શકે પણ  આ જ કથા મહાભારતને
બહુ ન જાણનારા વ્યક્તિ સામે મૂકીએ તો 
તેને ચોક્કસ નવું જાણવા અને છેક સુધી ટકી 
રહેવાનો મસાલો ચોક્કસ પૂરો પાડે છે.

પુરાકલ્પન ગુજરાતી લેખકોને બહુ સદતા નથી.
પ્રેમાનંદ જેટલી ઊંચાઈ જોઈએ.... મુનશીનું 
કૃષ્ણાવતાર હોય કે પન્નાલાલનું પાર્થને કહો 
ચડાવે બાણ.... કે કાજલ ઓઝાનું કૃષ્ણાયન...
એ જ ઘીસીપીટી રફ્તાર અને એ જ 
ઝરીપુરાણી વાતો....

આપણો સમાજ નાનપણથી આ બધું સાંભળતો
આવે છે એટલે પણ કદાચ એવો પ્રભાવ પાડી 
નથી શકાતો હોતો. યુવાનો ધર્મ પ્રત્યે જુની 
વાતોથી ટેવાયેલા છે એટલે પણ કદાચ મને 
અપીલ ન કરતી વાત લાગી હોય...

ધૃવ ભટ્ટ સાહેબ તો સલામ કરી શકાય તેવા 
સર્જક છે પણ દરેક સર્જકનું દરેક સર્જન 
કોહિનૂર નીકળે એવું જરૂરી નથી અને આ વાત
ધૃવ ભટ્ટ સાહેબ પણ સહર્ષ સ્વીકારે. સર્જક 
ઓલ ટાઈમ નથી રહેવાતું, લેખક જરૂર રહી 
શકાય. અને અશ્વિની ભટ્ટ અને ધૃવ ભટ્ટ વચ્ચે 
બસ આટલી અમથી જ નાની રેખા છે.
(હાહાહાહા.. જસ્ટ જોકિંગ)

બાય ધ વે... આ માત્ર મારો દૃષ્ટિકોણ છે. 
બીજી વાર જ્યારે ધૃવ ભટ્ટની સિરિઝ વાંચી રહ્યો
છું ત્યારે બધી કથાઓ વિશે કશુંક કહેવાનું રોકી 
નથી શકતો.... ફરી અતરાપીનો સારમેય 
યાદ આવે કે હું કંઈ જાણતો નથી. આવું હોઈ
પણ શકે... આવું કહેવું (મારું કહેલું વાંચવું..
ખીખીખી) એ મને જરૂરી પણ નથી લાગતું.

ફરી ધૃવ ભટ્ટની કલમને સલામ... 
પણ મારું કિ-બોર્ડ સાચું હશે એ જ કહેશે....

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

2 Responses to પુરાકલ્પન ગુજરાતી લેખકોને બહુ સદતા નથી

  1. Dhruv Bhatt says:

    Saras chanaavat. Mare koi jawaab to aapvaano nathi karan ke te maro adhikaar nathi. Pustak chhapai ne aave pachhi vahko j tene mulave.
    Vivechako abhyas kari ne teqnical vaato kadhe. Lekhak ne te kadha maa kain khevaa nu hotu nathi. Ha hun etalu kahu ke bhai majaa avvi.
    Vachdk no patra vanchavvni

    • aKshArAnANd says:

      Aape reply aapyo e mate aabhari. Me farithi aapni series vanchvanu sharu karyu chhe… Ane aap kaho chho ema j aa vanchak no patr j chhe. Mate j aapna sarmey nu vaky lakhyu chhe… Hu kai janto nathi… Aame to aapna shabd na khambhe besi ne sahity ni duniya jonaro chhu…

Leave a comment