રેતીનો માણસ દરિયાને મળવા આવે છે…

IMG_20171216_204320

વન્સ અપોન અ ટાઈમ… હાહાહાહ… હા. ક્યારે મળ્યા કેમ મળ્યા મને ખાસ યાદ નથી પણ ભાવનગરની ગદ્યસભાએ વોટ્સએપ ગૃપ ડેવલપ કર્યું છે, તેમાં અજય સોની હતા. એ ગૃપમાં ગદ્ય બાબતે લાંબી ડિસક્સ ચાલી અને અંતે અમે બન્ને પર્સનલ મેસેજીસ કરવા લાગ્યા. એમ એકવાર વાત પણ કરી… મારી શાળા શ્રી વડવિયાળા પે સેન્ટર શાળાનો પ્રવાસ કચ્છ ગયેલો તેમાં અમે અંજાર ગયા અને ત્યાં અંજારની માંડવી દાબેલી માટે સોનીજીને દોડાવ્યા. સોનીજીએ સ્થળપર હાજર રહીને અમને દાબેલી શોધવા માટે, મેળવવા માટે સાથે રહ્યા. તેઓ કોઈ મહત્વના કામમાં રોકાયેલા હોવા છતાં મને સતત સહકાર આપ્યો. એ બાબતે હું એનો ઋણી થયો. અને પછી તો એક મેકની વાર્તાઓનું આદાનપ્રદાન શરૂ થયું. તેઓનું માર્ગદર્શન મને સતત મળતું રહ્યું. સાથ પણ મળતો રહ્યો. આજે એમના પ્રથમ વાર્તા સંગ્રહની વાત કરવાની છે ત્યારે મને ગીલીગીલી થાય છે…

 

એ રેતીના પ્રદેશનો માણસ અને હું દરિયાઈ પ્રદેશનો માણસ. અજયની વાર્તા એટલે કોઈ રેતશિલ્પી જેમ રેતનો માણસ બનાવવામાં ખૂબ આળપંપાળ કરે એ રીતે તે વાર્તાને લડાવે, રમાડે, રસાવે… વાર્તાની બરાબર માવજત કરે. હાથમાંની રેત સરકે એમ વાર્તા એની પાસેથી છટકી નથી. નાજુક સોના સાથે ઘડામણનું કામ કરનારો આ માણસ એટલી ઝીણી નજરે જૂએ છે કે ભવિષ્યમાં કદાચ ગુજરાતી સાહિત્યને એનો નિર્મલ વર્મા પણ મળી જાય. કારણ કે અંતતો ગત્વા તેની નીક નિર્મલ વર્માની છે. વિનેશ અંતાણી નિર્મલ વર્માથી પ્રભાવિત અને અજય વિનેશ અંતાણીથી. સાગર શાહ સરસ વાત કરે કે સ્વતંત્ર છાપથી નબળું સર્જન કરવા કરતા કોઈ મહાન લેખકની છાયાંમાં ખરું સર્જન કરવું સારું.

 

જો કે હું વગાડીને કહું કે અજયની પોતાની સર્જન આભા છે. ઘણીવાર જ ઝીણું કાતવાની આ એમની રીત જ તેની વાર્તાને ક્ષુલ્લકતામાં સરાવી દે એ વાત અલગ છે. ભાતીગળતા સાથે વૈશ્વિક અપિલ આપી શકનારો સર્જક છે.

 

એની અઢારેય વાર્તા મેં પહેલા જ વાંચેલી છે પણ… અગ્નિકન્યા, ગળામાં એટવાયેલી તરસ, રેતીનો માણસ, સોનેરી પાણી વાળું સરોવર, તરસ, અને રેતનદી અને જંગલ એની માસ્ટરપીસ છે. એમાંય સોનેરી પાણી વાળું સરોવર અને રેતનદી અને જંગલ આ બે વાર્તા માટે તો લાખો સલામ છે સોનીજીને.
સોનેરી પાણીવાળું સરોવર અને રેતનદી અને જંગલ આ બન્ને વાર્તાઓ પર બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે આ વાર્તાઓને હું ખત્રી કે સુ.જો.ની શૈલી સાથે સરખાવીને અજયની સર્જકતાને નાપવા નથી માંગતો પણ આ બે વાર્તા થકી સોનીજી એક નવો અવાજ બને છે ગુજરાતી વાર્તા સાહિત્યનો.

 

આ વાર્તાઓની ભાષાશૈલી, આ વાર્તાઓની રસાળતા, આ વાર્તાઓનું વાર્તાત્વ આપણને મોહમાં પમાડનારું છે અને છતાં તમે તેમાં સરી નથી જતાં તમે તે વાર્તાના સર્જક બની જાઓ છો. અને મારી દૃષ્ટિએ સર્જકનો વિજય એમાં છે કે ભાવક વાચતા વાચતા એની વાર્તાનો સર્જક બની જાય. વાચક વાર્તામાં સર્જકીય ઢબે યથેચ્છ વિહાર કરી શકે.

અનેક માનસિક તુમૂલ યુદ્ધો, કામનું ભારણ, વ્યસ્તતા અને વિચારવાયુઓની વચ્ચે આ રિવ્યુ લખવા માટે સમય કાઢ્યો ત્યારે મને રણની રેતીના વંટોળ વચ્ચેથી ઊંટ લઈને પસાર થતાં જે તકલીફ પડે એવો અહેસાસ થયો.

 

દૂર દૂર સૂસવાટા વાય છે. રેતી હવામાં લહેરાતી, મંજીલ કાંપતી કાંપતી અને વંટોળમાં રેતીનો માણસ સર્જતી દિવના દરિયા કિનારે પહોંચી ત્યારે સ્હેજ ટહૂકો કરીને દરિયાને પૂછ્યું. શબ્દોની આ શી કમાલ, સોનીજી? અને દરિયો નીરાંતે મોજાં લહેરાવતો મસ્ત બનતો તે રીતેને તેના કિનારે પથરાવા માટે મોજાઓ વિખેરે છે. અક્ષરો બધા રેતીના કણની જેમ સળવળતા સળવળતા દરિયા કિનારે પોતાનું વહાણ લંગારે છે અને હવે દરિયો રેતીને અને રેતી દરિયાને વાર્તાઓ કહે છે. ચાલો એ સાંભળીએ… કાન માંડો જૂઓ એક કાન કચ્છ તરફ માંડજો અને એક કાન દિવ તરફ…

 

અજય અને રામ(રાજા રામ મોરી) મને મારા સમકાલીન કરતા મારા પૂર્વગામી વધારે લાગ્યા છે. ( મારા શિક્ષકભાઈઓ, બહેનો, શાળા કક્ષાએ બાળકોને મળેલું વાંચનનું વાતાવરણ સર્જકતામાં કેટલું ઉપયોગી થાય છે તે સમજવા માટે પણ આ બે નમૂના પૂર્તા છે. ) એટલે અજયજી સોનીજી વધે તમારી નામના એ જ અમારી કામના… જય હો…

 

રેતીના નઈ તમે સાચા સોનાના માણસ છો ગુજરાતી વાર્તા સાહિત્ય માટે.

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s