આજ આનંદ… પોતાના સર્જનનો

khadhu pidhu ane party kari gujarati book

આજ આનંદ…

હોવો જોઈએ. પોતાના સર્જનનો. મારો બાળ-કિશોર સંગ્રહ પ્રકાશિત થયો. જેનું મેં નામ રાખ્યું – ખાધું, પીધું ને પાર્ટી કરી… – હવે રજવાડા ગયાં, રાજા ગયા તો રાજ ક્યાં જઈને કરવું. હવે તો બહુ ખુશ થાઓ તો પાર્ટી કરી લો. અને પાર્ટી થાય એનો આનંદ પણ અનેરો વળી. રજવાડા જેવી ફિલિંગ જ આવે…હાહાહાહહા

લો એ ભેગા ભેગ બાળ-કિશોર વાર્તાના સંગ્રહ સુધીની સફર પણ કહી દઉં. મને યાદ છે. બરાબર યાદ છે કે ધો. 7માં હતો ત્યારે મેં એક વાર્તા લખેલી. એ હજુ મારી પાસે છે. કારણ કે ત્યારે કોઈએ જોઈ નહીં. જોઈ એને ગમી નહીં અને ગમી એને કંઈ કહ્યું નહીં. બધું લખાતું ગયું. બાળ વાર્તા તો સાઈડમાં જતી રહીને નવલિકાએ મારા ભાવવિશ્વ પર પકડ જમાવી.

નવલિકાઓની વાતો મારો આવનારો ટૂંકીવાર્તાઓનો સંગ્રહ આવી રહ્યો છે ત્યારે કહીશ. અત્યારે બાળ વાર્તાઓની વાત…

દિવ્યભાસ્કર.કોમમાં જોઈન્ટ થયો ત્યારે લખવાના અભરખા થયાં, બાળવાર્તા આવી, મગજમાં. ‘ચમત્કારી ઘડિયાળ’ અને ત્યાં વિષ્ણુકાકા તેને બતાવી. કહે સારી છે પણ પાત્રોના નામ થોડાં શહેરી કર. થોડું સુધાર્યું-સમાર્યું. અને પછી તેને બાળભાસ્કર માટે આપી. છાપી. મને એ રસ્તો ગમ્યો. જો કે પછી ભાસ્કરે એક પણ વાર્તા ન છાપી પણ મેં એ સમયમાં પાંચેક વાર્તા લખી. આ ગાળો હતો સેલિબ્રિટીસ્ સાથે સંવાદનો હું પ્રકાશકોના આંટાફેરા મારતો તેમાં ગુર્જરવાળા રોહિતભાઈને એ સ્ટોરીસ બતાવી. ગમી. કહે દસ-બાર વાર્તા કરો તો આપણે છાપીએ. એવામાં હું ઉના આવી ગયો.
વડવિયાળા શિક્ષક બની ગયો. શિક્ષક બન્યો એટલે બાળકો વચ્ચે રહેવાનું થયું. બાળકોના મનોવિશ્વ અને ભાવવિશ્વ સાથે રૂબરૂ થવાનું થયું. એવામાં બી…નચિકેતા નામે પ્રકલ્પ શરૂ કર્યો. બાળકોને વાર્તા લખતા કરવાનો અને વાર્તા વાંચતા કરવાનું શરૂ કર્યું પણ મારું વાંચન? થોથાં ભેગા કર્યા. ક્યાં ક્યાંથી બધું મંગાવ્યું. કેટલુંક ગુર્જરમાંથી કેટલુંક પ્રસાર માંથી કેટલુંક લોકમિલાપમાંથી અને ગુજરાતી સાહિત્યમાં રચાયેલું શ્રેષ્ઠ બાળ સાહિત્ય વાંચી કાઢ્યું અને પછી મગજ ઘૂમરે ચડ્યો.

સાલ્લું આમાં તો ક્યાંય આજના બાળકો, આજની પેઢી કે જે ઘરે જઈને સ્માર્ટફોન ઘૂમરડે છે એની હાટું તો કાંઈ નથી. હવે? અંદરથી અવાજઃ લખો.

પકડો કિ-બોર્ડને કોઈ પળે એમ પણ બને કે વાર્તા ધડાધડ ઉતરે એમ પણ બને… અને એવું જ બન્યું. બે દિવસમાં પાંચ વાર્તા તૈયાર. નામ શું રાખવું? કોઈ વખતે બાળકોને વાર્તા કે’તા કે’તા વાર્તાને અંતે મેં બાળકોને કહેલું કે હવે ખાધું, પીધું ને પાર્ટી કરી. ને બાળકોને ગમેલો તે ફેરફાર. થયું આપણા સંગ્રહનું નામ આ જ રાખશું.

ગુર્જરને વાર્તાનો સંગ્રહ ભેગો કરીને મોકલી દીધો. ‘હમણાં વાર્તાઓ પ્રકાશિત કરવાનો અવકાશ નથી.’ આવા જવાબ સાથે સંગ્રહ પાછો.
ઓકે. પછી બધું પડ્યું રહેલું. થોડો સમય પછી હસમુખભાઈ ટાંક મારા વડિલ શિક્ષક મિત્ર. તેમને મારી વાર્તા બતાવી. તેણે બેક પબ્લિકેશનના નામ આપ્યા. મેં કહ્યું કે ભલું કરો, આ પ્રકાશકો સાથે લમણાઝીંક કરવાનું મને નહીં ફાવે મારે કંઈ કરવું નથી. છતાં તેના આગ્રહને કારણે જોય પબ્લિકેશનને ફોન કર્યો. પીટીએફ મોકલી. ઓકે થઈ. ત્યાં એ વાર્તાઓ સાહિત્યઅકાદમીમાં એક વર્ષ પહેલા મોકલેલી તે એપ્રુવ થઈ. હવે તો સહાય મળે છે. મનમાં બોલ્યોઃ બોલો…, ગુજરાતી સાહિત્ય અકાદમી કી જે… અને પછી તો પ્રકાશકે ઝડપ કરી અને આખરે બધું સામે આવ્યું.

મારું પ્રથમ પુસ્તક ભલે સેલિબ્રિટી સાથે સંવાદ હોય, પણ પ્રથમ સર્જનાત્મક પુસ્તક આ. જેમાં મારું મૌલિક ક્રિએશન છે. સર્જનનો આનંદ છે. સહજ આવેલા શબ્દોનો સંગાથ છે.

આ વાર્તાઓ પ્રકાશિત કરતા કરતા એક નવતર પ્રયોગ ઔર કર્યો કે પહેલા મેં આજની પેઢીના જે મારા સંપર્કમાં વાંચક કિશોર-કિશોરીઓ હતા તેમને વંચાવી તેના રિવ્યુ લીધા. તેમાં જય, જતન, મેઘા, મિહિર, વત્સલ આ બધા ટેક્નોલોજી સાથે સંકળાયેલા પણ હતા અને સાહિત્યિક વાંચન સાથે પણ સંકળાયેલા. તેના પ્રિવ્યુ મેં પુસ્તકના સૌથી આગળના પાના પર લેવડાવ્યા. બાકી જે ટેક્નોલોજી નથી જાણતા કે આજના ટ્રેન્ડીંગ ને નથી જાણતા તેવા બુઢિયાઓના રિવ્યુ લઈને કામેય શું છે હેં…હેંહેંહેંહેંહેંહેં… હવે તમારા જેવા વાચકોએ જોવાનું છે કે આપણે નવી પેઢીને નવું વંચાવવું કે નહીં. ને વંચાવ્યા પછી બેઝિઝક આપનો રિવ્યુ લખવાનો, પોસ્ટકરવાનો, મોકલવાનો બધો અધિકાર છે આપને. તો વાંચો ને લખો. મારે ટેક્નોલોજીને લગતી ઘણી બાળવાર્તા લખવી છે જો કે લખું છું પણ એનુ અપકમિંગ આપના રિવ્યુ પર છે. ચાલો ત્યારે…

ખૈર, આખરે મારું સર્જનાત્મક પ્રથમ પુસ્તક મારા હાથમાં આવ્યાનો આનંદને આનંદ છે.

ટૂંક સમયમાં એટલે કે એકાદ-બે મહિનામાં જ હું ટૂંકી વાર્તાનો સંગ્રહ લઈને આવું છું ત્યારે થોડી વધુ વાતો કરીશું…. કભી અલવિદા ના કહેના…, ફિર મિલેંગે …. ચલતે ચલતે… ઈસી રાહ પર ઈસી મોડ પર ફિર મુલાકાત હોંગી.

પુસ્તક પ્રાપ્ત કરવા સંપર્કસૂત્ર – કેતન કોઠારી (જોય પબ્લિકેશન, અમદાવાદ) – મો. – 8780889190

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s