ગાંધીને સમજવા કરતાં રામ ને સમજવા માટે પણ વાંચવા જેવી પુસ્તિકા

 

ગાંધીને સમજવા કરતાં રામ ને સમજવા માટે પણ વાંચવા જેવી પુસ્તિકા

એક ક્ષીણ દેહધારી વ્યક્તિ ઉપખંડ જેવડા દેશમાં જનજન અને ઘરઘર વ્યાપી ક્રાંતિ ફેલાવે એ જ એક આશ્ચર્યજનક ઘટના છે. એ દૂબળો પાતળો દેહ આટલી આત્મ શક્તિ કેમનો ધરાવતો હશે? આ પ્રશ્નનો જવાબ મળે છે એમની જ એક પુસ્તિકા ‘ રામનામ ‘ માં.

આજે રામનવમી. બહુ પેહલા ગાંધીજી લિખિત ‘ રામ નામ ‘ પુસ્તિકા વાંચેલી. આજે થયું એ પુસ્તિકાની વાતું આપની હારે શેર કરું.

Screenshot_20190414-193824~2

 

રામ નામ, ઈશ્વર, અધ્યાત્મ, ધર્મ એ શા માટે ભારતના મહાન આત્માઓનો પણ સ્વભાવ બની રહે છે. કારણ એક જ છે. ધર્મ એ ભારતનો પ્રાણ છે. એના સહારે જ ચાલી શકાય અને તમે અધ્યાત્મિક ન હોવ કે ઈશ્વરનો સ્વીકાર ન કરો તો ભારતવાસી તમને લાંબો સાથ આપે પણ નહિ.

ગાંધીને ગયે કેટલાય વર્ષો થઈ ગયા પણ એ ‘ હે રામ ‘ થી જીવંત છે. આ રામનામ નું અવલંબન એમને લીધું અને એને કેવી અનુભૂતિ થઈ એની સમગ્ર વાત તો બુકમાં છે અહીં કેટલાક અવતરણો…
હું માનું છું કે નિરોગી આત્માનું શરીર પણ નિરોગી હોય. એટલે જેમ આત્મા નિર્વિકારી થતો જાય તેમ શરીર પણ નિરોગી થતું જાય. આનો અર્થ એવો નથી કે નિરોગી શરીર એટલે બળવાન શરીર. બળવાન આત્મા ક્ષીણ શરીરમાં જ વસે છે.

***

જેમ ભૂખ્યા માણસને ભોજન મળ્યે સ્વાદ આવે છે તેમ ભૂખ્યા આત્માને પ્રાર્થનામાં સ્વાદ આવવો જોઈએ.

***

ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઈશુનું અવલંબન ને મુસલમાનોને અલ્લના નામ માંથી મળે. આ બધી વસ્તુઓનો અર્થ તો એક જ છે ને બધાં સંજોગોમાં એનાં સરખાં જ પરિણામ આવે. માત્ર એ નામ સ્મરણ પોપટિયું ન હોવું જોઈએ પણ છેક આત્માના ઊંડાણ માંથી આવવું જોઈએ.

***

આ અતિશય કઠિન કાળમાં રામ નામ પણ અવળું જ જપાય છે. એટલે કે એ પણ ઘણે ઠેકાણે આડંબર ને ખાતર, કેટલીક જગ્યાએ પોતાના સ્વાર્થને ખાતર, અને કેટલીક જગાએ વ્યભિચારને પોષવા ખાતર પણ ગવાયેલું મેં ભાળ્યું છે.

***

રામ કરતાં રામનું નામ મોટું છે. હિન્દુ ધર્મ મહાસાગર છે.

***

ઈશ્વર પર તમારી શ્રદ્ધા હોય તો તમારી પત્ની કે દીકરીઓની લાજ લેવાની કોની તાકાત છે.

***

જોખમનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગવું, એ માનવજાત પરની, ઈશ્વર પરની અને પોતાના પરની શ્રદ્ધાનો ઇનકાર કરવા બરાબર છે.

***

Screenshot_20190414-193841~2

Screenshot_20190414-193846~2

Screenshot_20190414-193852~2

Screenshot_20190414-193857~2

Screenshot_20190414-193902~2

આ પુસ્તિકા ગાંધીને સમજવા કરતાં રામ ને સમજવા માટે પણ વાંચવા જેવી છે. નવજીવન પ્રકાશનમાં ઉપલબ્ધ થશે.

 

 

 

 

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s