પથ્થર બજાર રાજુલા: એક મુલાકાત

આ જ પેશન ને પેશા માંથી પૈસા મળે એવું એ ઈચ્છે પણ છે!

IMG_20190526_143627.jpg

રાજુલા: પથ્થર માટે પ્રસિધ્ધ સિટી. સિટી એટલે કહ્યું કે ભેરાઇ જે દિવસે કંડલા જેવું બંદર હતું તે દિ રાજુલા સિટી ની સિટી વાગતી હતી મલક આંખમાં. એ સમયે ઘણાં કારણોસર રાજુલા પ્રખ્યાત હતું અને આજે પણ છે. પણ આજે વાત કરવી છે, રાજુલાની પથ્થર કલા ( stone work ) ની.

રાજુલામાં બસ સ્ટેશન સામેના રોડે કન્યાવિદ્યાલય પછીની ગલીમાં ગીરધરભાઇ પોરીયા અને તેનો પરિવાર આ કામ કરે છે. આમ તો ઘણા એવા કારીગરો – કલાકારો રાજુલામાં હશે જે આ કાર્ય બાપિકા ધંધાની રૂએ કરતા હશે. ગીરધરભાઇને પૂછ્યું તો એમને કહ્યું કે એ કડિયા કુંભાર છે અને એમના દાદા, એમના પિતા આ કાર્ય કરતા હતા. આજે એ આ કામ કરે છે.

IMG_20190526_143614.jpg

કઈ રીતે કામ થાય છે?

ખાણ માંથી પથ્થરો લાવવાના. ઘડવાના. એમાંથી વિવિધ આકરો આપવાના. જેમ કે ઘંટલી, ઘંટલા, ખરલ, કુંડી ખાંડણિયો, શોપીસ, વગેરે બનાવે. ટાંકણીને હથોડીથી આખો દિવસ કામ કરે.

આ કલા છે. રાજુલાના કાળમીંઢ પથ્થર પણ એમની કલાદૃષ્ટીને કારણે અદભૂત આકાર ધારણ કરે છે. કલા હોઈ તો તમે પથ્થર માંથી પણ પૈસા પેદા કરી શકો છો! અને આ કલા એનું ઉત્તમ ઉદાહરણ ગણાય.

IMG_20190526_143649.jpg

મેં મહુવાના સંઘેડિયા કલાકારો જે પ્રશ્ન કરેલો એ જ આમને પણ કર્યો કે આપના દાદા, પિતાશ્રી ને આપ જોડાયેલા છો, આ કલા સાથે શું આપના સંતાનો આ કલામાં કામ કરશે? એમનો જવાબ પણ એ જ કે આવનારા દશ વર્ષમાં આ બધું બંધ થઈ જશે. હવે કોઈ આ કામ કરવા તૈયાર નથી. મેં એ જ કહ્યું કે આપ આ કલાની છેલ્લી પેઢી એમને?!

આટલી વાત પછી કેટલીક વસ્તુ ખરીદી નીકળી ગયો. આગળ ગૌરાંગભાઈએ અફસોસ વ્યક્ત કાર્યો કે ટેકનોલોજી પેઢીને ખાઈ ગઈ… મે કહ્યું ના. ટેકનોલોજી પેઢીને ખાઈ જાત તો પોસાત પણ ટેકનોલોજી કલાઓને ખાઈ ગઈ છે.

મેં ગીરધરભાઇ ને કહ્યું હું ફોટો લઉં અને આપની વાત મૂકું? એને કહ્યું કે હા. અમારી તો જાહેરાત થાય ને! રાજુલાના પુસ્તકમાં પણ આ કલાનો ઉલ્લેખ છે. ( એ પુસ્તક એટલે રંગે ચંગે રાજુલા )

IMG_20190526_143759.jpg

એમને જાહેરાતનો વિચાર છે એટલે એમને આ કામમાં રસ છે અને આ જ પેશન ને પેશા માંથી પૈસા મળે એવું એ ઈચ્છે પણ છે. જરૂર છે એમને સારા બજારની. માર્કેટિંગની. કલાને પણ આ બજારુ જમાનામાં સામે આવ્યા વગર ચાલે એમ નથી. જો આ કળાઓ ટકાવવી હોય તો.એમને જાહેરાતનો વિચાર છે એટલે એમને આ કામમાં રસ છે અને આ જ પેશન ને પેશા માંથી પૈસા મળે એવું એ ઈચ્છે પણ છે. આજ વસ્તુ મોટા શહેરોમાં મોટા આર્ટ મોલમાં અનેકગણા ભાવે વેંચતા હોય છે. પણ સ્થાનીય કલાકારો પાસે એ રકમ પહોંચતી નથી જે એમની કલાની અને હકની એમજ મેહનતની છે, જરૂર છે એમને સારા બજારની. માર્કેટિંગની. કલાને પણ આ બજારુ જમાનામાં સામે આવ્યા વગર ચાલે એમ નથી. જો આ કળાઓ ટકાવવી હોય તો.

તભી તો બઢેગા ઇન્ડિયા, ( રૂપિયા આવશે તો )
તભી તો પઢેગા ઇન્ડિયા…..

IMG_20190526_143600.jpg

 

 

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

3 Responses to પથ્થર બજાર રાજુલા: એક મુલાકાત

  1. Solanki Ravi says:

    Nice work THAKAR ANAND

  2. jiscience says:

    મહુવા ની સંઘેડિયા બજાર તો મેં જોઇ છે આ પથ્થર બજાર વિશે માહીતી જ નહોતી, આની એકવાર મુલાકાતે જવું પડશે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s