ખારો

( Photo – Ketan Modi, Ahmedabad )

ખારો

એક પછી એક બાયું બેડાં લઈને આવી રહ્યું હત્યું. કોઈ બેડા ભરે, કોઈ કેન, કોઈ ઠંડાપીણાની મસમોટી બોટલમાં પાણી હ઼ારે.

એ વાલની ચકલીની તીરાડમાંથી નીકળતો ફૂવારો ખાડામાં જાય, તેમાંથી છાલ્યે છાલ્યે એક બાઈ બે ત્રણ કેન અને બે હાંડા એના હતા, એમાં પાણી ભરતી ’તી. બીજી બધી બાયું ખીખી-ખાખા કરતી, પોતાના વારાની વાટ જોતી ’તી પણ આ બાય નીચું જોયને પાણી ભરવા લાગી. આખા દિવસની મજૂરી ને રાતની રસોઈ હજી કરવાની બાકી હતી આ બે વચ્ચે આ પાણી ભરવાનો સમય જાણે એના યુધ્ધના સરંજામ તૈયાર કરવા માટે મળેલો વખત હતો. પાણીના વાસણ ભરાઈ રહે એ જ એનો પોરો ખાવાનો સમય હતો.

રોડની પેલી બાજુએથી પાણી ભરતી એની મા પાસે આવવા કરતો છોકરો ટ્રકમાં આવતો આવતો બચી ગ્યો.

પણ પેલી હાંડા ને કેન ભરતી બાઈ – તેની માએ – છોકરાને ધીમે રાગે ધમકાવ્યો…

હ઼ુ લુંટાઈ જાતું ’તુ તારા બાપનું?

મારો બાપ આ લઈને ભાગતો તો..

હેદને? (શા માટે?)

ભરવા…

હાઆઆઆ, પાણી ભરવા બોટલો શ્યેઠફેંકી દેતા ’તા ન્યાલી આણ્યો ને તારા બાપને ‘ભરવા’ જોયેં, મર્ય લે…?

આ સ્ત્રીઓ માછલા તારવવા જાય ન્યાં મોટા શેઠિયા ઠંડાપીણા પીવે એ બોટલ ફેકી દે. આવી બોટલું તે આંયા પાણી ભરવા લઈ આવે. એમાંય આ બીગ કોલાઆઆ, અરે! પેલી કોકાકોલા વાળાની મોટી બોટલમાં એક ઘડો પાણી હમાય એટલે ઈ તો આ લોકોને ઘણી કામ લાગે…

તેણે બોટલો ભરીને ઓલા છોકરાને આપ્યો. ઈ છોકરો તો લઈને હાલ્યો જ જાય છે, ત્યાં હામેથી કોઈ આદમી લથડતો લથડતો આવતો હતો. અને ઓલી બાઈ બોલી…

રોયો, આંયાય હખણીનો નઈ ર્યે.

બાજુમાં બેઠેલી થોડી પાકટ ઉંમર વાળી બાઈ બોલી.

સ્યાહ પાય દેવાય. આપણે મડી મજૂરીએથી આવીએ. પાણી ભરીએ, પછી રોટલા થાયને? સ્યાહ રખાયઝ આવીને પાઈ દેવાય, તીં હુઈ જાય.

બીજી ખીખી કરતીક બોલીઃ સ્યાહથી ઝટ ઊતરી જાય. પણ એલી, હવે રેક્ષા હાંકવા કેમ નથી જતો, તરો વર?

ઓલી ધીમેકથી બબડી,

એને સ્યાહ પણ ગણ કરે એમ નથી, કી ઝલમનો પાક્યો. ને બેન રેક્ષમાં ડીઝલ પુરાવાના રેવા દે ય તો હાંકેને?

ને પછી નીહાહો નાખીને બોલીઃ કરમ કુતરા સાટી ગ્યા હોય ન્યાં હ઼ુ થાય! પેલા ગામમાં ફેરા કરતો ત્યાં લગી સીધો હતો આ બંદર કાંઠેથી લઈને ફેરવવા લાગ્યો ને હવે ઢિંચવા લાગ્યો તે દિની પથારી ફરી ગઈ સ.

ત્યાં ઓલો બાજુમાં આવ્યો ને કાળા ધબ શરીર પર લાલ આંખો અંગારા જેવી હતી. બીજી બાયુંય આઘી ખસી ગ્યું.

જણને @#$*^ બેહી સ કે પાણી ભરવા. ક્યારુની ગુડાણી સ હાલ્ય આમ ઘેરભેગીની થા.

બાઈએ નીચે મોઢે એના કમખામાંથી દસની નોટ કાઢીને એના પતિના હાથમાં આપી અને એ લથડિયાં ખાતો ત્યાંથી નીકળી ગયો.

મારા ફોનની રીંગ વાગતી હતી એટલે રિસિવ કર્યો.

ફોનમાં અવાજ હતોઃ મેમાન આવવાના છે, માનપરથી. ત્રણેય કુટુંબ આવે સ, એટલે કંઈક ઠંડું લેતા આવ્યઝો ને ઝરા વધારે લાવ્યઝ્યો.

મેં થોડું હાલવાનું લંબાવ્યું અને શેરીના નાકે પાનની દુકાન. મેં વિચાર્યું ત્રણેય કુટુંબ આવે છ એટલે બાર-પંદર ઝણા તો હશ્યે. મેં દુકાને બીગકોલાની બોટલ માંગી. પેલો છોકરો ત્યાં જ હતો. હું વિચારમાં પડ્યો ત્યાં વેપારીએ તેને માવાના પાર્સલ અંબાવ્યા.

હું કોલાની બીગ બોટલ લઈને ઘર તરફ જતો હતો, તે છોકરાએ એક નજર મારી બોટલ પર નાખી ને પછી એ ગાડી હંકારતો હોય એમ અભિનય કરતો, બેય હાથમાં માવા લઈને ભાગ્યો.

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આનંદની વાર્તા. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s