Category Archives: One Paragraph Short Story

એક ફકરાની ટૂંકીવાર્તા…

આ વિચાર બેઝિકલી અત્યારે વિદેશોમાં તો ચાલે જ છે અને આગળ જતાં આ વિચાર વધારે જોર પકડવાનો…આપણે ત્યાં લગભગ કોઈએ અત્યાર સુધી આ પ્રકારની વાર્તાઓ લખી હોય તેવુ મારી જાણમાં નથી. મને આ પ્રયોગ એ માટે પ્રસ્તુત લાગ્યો કારણ કે ‘સ્માર્ટ’ સ્પિડના જમાનામાં લાંબી નવલકથાઓનો પ્રલાપ શા માટે? વાત તો આખરે એક ‘આઈડિયા કે થોટ્સ’ની જ છે ને! આ વાર્તાઓમાં માંડ પાંચ-સાત લીટીનો એક પેરેગ્રાફ હોવાનો પણ તેની વિભાવના પ્રમાણે તેમાં એક વાર્તા જેટલો મોટો વાર્તા પ્રવાહ ચોક્કસ હશે જેને તમારે અનુભવવાનો છે…આ વાર્તા તમે મોબાઈલ જેવા ડિવાઈઝમાં એક મેસેજ રૂપે પણ વાંચી અને વહેંચી શકો તેવી હોય…તેને આસ્વાદવાની પણ એક મજા આવશે…એક નાના પેરેગ્રાફમાં એક વાર્તા કંઈ કેટલુંય લઈને આવે છે, તેમાંથી આપણી અંદર એક નવું વિશ્વ રચાય છે અને તે વિશ્વ આપણને તેના રસપ્રવાહમાં ખેંચી જાય છે…બસ આ જ આ વાર્તા-પ્રકારની સિદ્ધિ કે નિષ્પત્તિ છે – આખરે તો આ વાત જ દરેક કલાની નિષ્પત્તિ છે. આ વાર્તા તમારો ભૌતિક સમય ખૂબ ઓછો માંગે છે અને આખરે ‘સમયના સૈનિકો’ને એ જ વાત ખપે….આ પ્રયોગ નવો હોય…તમારો પ્રતિભાવ આવકાર્ય રહેશે તે માટે સમય મળે તેમ કોમેન્ટ આપતી જવી યોગ્ય રહેશે. હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે તેમ – ‘એક નવી શરૂઆતની શરૂઆત કરીએ…’

ઈ.સ. 2088

ઈ.સ. 2088 (My One Paragraph Short Story) અમારી લડાઈ લગભગ સો વર્ષથી ચાલી રહી છે. એ અમારું વિશ્વયુદ્ધ પશુ-પક્ષી વિરૂદ્ધ માણસોનું! કહે છે કે માણસો આડેધડ રોડ કરવા, વાહન, ટાવર, જંગલોનું નિકંદન કાઢવું આ બધાથી આક્રમણ કરતા. ખિસકોલી, ચકલી, મોર, … Continue reading

Posted in One Paragraph Short Story | Leave a comment

ઢેફેઢેફું

ઢેફેઢેફું (My One Paragraph Short Story) ”જેન્તી ઝબકીને જાગે અને ક્યારે સીહું પાડી ઉઠે એનું કાંઈ નક્કી થોડું સ્હે.” જીવી ફૂઈનો જીવ પડીકે બંધાયેલો રહેતો. બાર દીધું છે કાંઈ પેટના જણ્યાને ગળે ટૂંપો દેતા થોડો જીવ હાલે! રામલો જેસીબી વાળો … Continue reading

Posted in One Paragraph Short Story | Leave a comment

Comp-Man

કોમ્પ-મેન (My One Paragraph Short Story) એને થયું કે સ્પિકર જેવા બે કાન તેની ઉપર લટકી રહ્યા છે! ડોક્ટર્સ તો હાથ ઉંચા કરી ચૂક્યા હતા. તેના હાથ કિ-બોર્ડમાં ચોંટી ગયા છે! આંખોમાં મોનિટર ઉતરી ગયું છે હમણાં લાઈટનો એક ઝટકો … Continue reading

Posted in One Paragraph Short Story | Leave a comment

બૂડબૂડીયા…

બૂડબૂડીયા… (My One Paragraph Short Story) કંકુ વાળા સેંથે અને મહેંદી વાળા હાથે જ્યારે બંગડીઓ ખખડાવતી તે આવી હતી, ત્યારે તેના પરણેલા પણ દરરોજ અપરણિત થઈ જતા તેના પતિની એક દોસ્ત કહેવાતી છોકરીએ તેને પાઈલોટનું ભણવા માટે કોલેજમાં દાખલ કરવાના … Continue reading

Posted in One Paragraph Short Story | Leave a comment